- ઇઝરાયેલના ફિલ્મમેકર નાદવ લાપિડે ધ કાશ્મીર ફાઇલને વલ્ગર કહી
- IFFI 2022, 28 સપ્ટેમ્બરે સમાપ્ત થયું હતું
- ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે : અનુપમ ખેર
કાશ્મીરી પંડિતોનું દુઃખ લોકો સુધી પહોંચાડનારી ફ્લ્મિ ધ કાશ્મીર ફઈલ્સ એકવાર ફરી વિવાદોનો ભાગ બની છે. આ વિવાદોની વચ્ચે ફ્લ્મિ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એક મોટું એલાન કરીને સૌ કોઈને હેરાન કરી દીધા છે. ફ્લ્મિ ડિરેક્ટરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ધ કાશ્મીર ફઈલ્સની આગલી કડી ધ કાશ્મીર ફઈલ્સ- અનરિપોર્ટેડ પણ બનાવશે. હકીકતમાં ગોવામાં યોજાયેલ IIFI 2022ના ઈવેન્ટમાં જ્યૂરીમાં સામેલ ઈઝરાયેલના ફ્લ્મિમેકર નાદવ લાપિડએ ધ કાશ્મીર ફઈલ્સને વલ્ગર અને પ્રોપોગેન્ડા ફ્લ્મિ કહીને વિવાદની શરૂઆત કરી હતી. જેથી એકવાર ફરી તે વિવાદનું કારણ બની છે.
જેનાથી લોકો બે વિભાગમાં વહેંચાઈ ગયા છે. જેમાંથી એક ફ્લ્મિને સપોર્ટ કરે છે, તેમજ અમુક સ્ટાર્સ નાદવના આ નિવેદન પર પોતાની સહમતી દર્શાવી રહ્યા છે. જણાવી દઇએ કે, IFFI 2022, 28 સપ્ટેમ્બરે સમાપ્ત થયું હતું. ભારતીય આંતરરાષ્ટ્રીય ફ્લ્મિ ફેસ્ટિવલમાં છેલ્લા દિવસે જ્યૂરી નાદવ લાપિડે કહ્યું કે, તેને ધ કાશ્મીર ફઈલ્સ જોઈને લાગ્યું કે આ ફ્લ્મિ વલ્ગર અને પ્રોપોગેન્ડા બેઝડ છે. આ નિવેદન સામે આવતા ફ્લ્મિના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને ફ્લ્મિ એક્ટર અનુપમ ખેરનું નિવેદન સામે આવ્યું. અનુપમ ખેરે આ મામલે પોતાની વાત મૂકતા કહ્યું, ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે.










