• અદાણી વિલ્મેર 31 માર્ચથી નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી 100માં ઉમેરાશે

  • જ્યારે અદાણી પાવર નિફ્ટી 500, નિફ્ટી 200, નિફ્ટી મિડકેપ 100માં ઉમેરાશે
  • ઓલા તામિલનાડુમાં ઈલેકટ્રિક કાર, લિથિયમ બેટરી માટે 7614 કરોડ રોકશે

દેશમાં ટોચના સ્ટોક એક્સ્ચેન્જ એનએસઈએ અદાણી જૂથની બે કંપનીઓ અદાણી વિલ્મેર અને અદાણી પાવરના નિફ્ટી સૂચકાંકોમાં સમાવેશ સાથે મહત્વના સૂચકાંકોના બંધારણમાં ફેરફાર કર્યો છે. આ બંને અદાણી જૂથ કંપનીઓ 31 માર્ચ, 2023થી નિફ્ટીના વિવિધ સૂચકાંકોમાં સમાવેશ પામશે.

જો અદાણી વિલ્મેનરની વાત કરીએ તો તે નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી 100 સૂચકાંકોમાં પ્રવેશ મેળવશે. જ્યારે અદાણી પાવર નિફ્ટી 500, નિફ્ટી 200, નિફ્ટી મીડકેપ 100, નિફ્ટી મિડકેપ 150, નિફ્ટી લાર્જમિડકેપ 250 અને નિફ્ટી મિડસ્મોલકેપ 400 સૂચકાંકોમાં સમાવેશ મેળવશે. સૂચકાંકોમાં તમામ ફેરફારો ચાલુ વર્ષે 31 માર્ચથી અસરમાં આવશે એમ એક્સચેન્જે શુક્રવારે મોડી રાતે એક નિવેદનમાં જણાવ્યું હતું.

એનએસઈ ઈન્ડાઈસિસ લિ.ની ઈન્ડેક્સ મેઈન્ટેનન્સ સબ-કમિટીએ તેની સમયાંતરે થતી સમીક્ષાના ભાગરૂપે વિવિધ સૂચકાંકોમાં કેટલાંક સ્ટોક્સનું રિપ્લેસમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, એનએસઈએ તેના મુખ્ય બેન્ચમાર્ક નિફ્ટ 50માં કોઈ ફેરફર નથી કર્યો. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં અદાણી વિલ્મેર ઉપરાંત કેટલીક અન્ય કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. જેમાં એબીબી ઈન્ડિયા, કેનેરા બેંક, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને વરુણ બેવરેજિસનો સમાવેશ થાય છે. બીજી બાજુ બંધન બેંક, બાયોકોન, ગ્લેન્ડ ફર્મા, એમ્ફેસિસ અને વન 97 કોમ્યુનિકેશન્સને નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાંથી બહાર કરવામાં આવશે.

અગાઉ પૂરાં થયેલા સપ્તાહની શરૂમાં ઈન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈ ઈન્કે બે અદાણી જૂથ કંપનીઓ અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના વેઈટેજિસમાં ઘટાડા પર અમલને મોકૂફ્ રાખ્યો હતો. તેણે પ્રાઈસ લિમિટ મિકેનિઝમ્સ પરની સંભવિત ઈમ્પેક્ટનું કારણ આપીને આમ કર્યું હતું. ચાલુ મહિનાથી અમલમાં થવાનો હતો તે વેઇટેજિસ અંગેનો નિર્ણય હવે મે મહિના સુધી મોકૂફ્ રાખવામાં આવ્યો છે. વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાડરે બે અદાણી જૂથ કંપનીઓમાં પ્રાઈસ લિમિટ મિકેનિઝમથી થનારી અસરને કારણે સંભવિત રિપ્લેકેબિલિટી ઈસ્યુને આ વિલંબનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

અદાણી જૂથ શેર્સમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ તરફ્થી કરવામાં આવેલા આક્ષેપો પાછળ 120 અબજ ડોલરનું મૂડી ધોવાણ જોવા મળ્યું છે. અદાણી જૂથે હિંડેનબર્ગના આક્ષેપોને ફ્ગાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે તેણે તમામ નિયમોનું પાલન કર્યું છે.

ઓલા તામિલનાડુમાં ઈલેકટ્રિક કાર, લિથિયમ બેટરી માટે 7614 કરોડ રોકશે

ઓલા તામિલનાડુમાં ઈલેકટ્રિક મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ અને 20 ગીગા વૉટ બેટરી ઉત્પાદન પ્લાન્ટ માટે 7614 કરોડ રૂપિયા રોકશે. આ પ્લાન્ટ કૃષ્ણાગીરી જિલ્લામાં સ્થપાશે. આ કારણે 3000થી વધુ રોજગારીની તક સર્જાશે. ઓલા ઉપરાંત એથર અને ટીવીએસ મોટર પણ ઈલેકટ્રિક વ્હીકલના ઉત્પાદન માટે હોશુર નજીક પ્લાન્ટ સ્થાપી રહ્યા છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ઓલાના સ્થાપક ભાવિશ અગ્રવાલ વચ્ચે આ અંગે શનિવારે કરાર થયા હતા.


  • Follow us on: