- OMG-2' પર સેન્ટ્રલ બોર્ડ ઓફ્ ફિલ્મ સર્ટિફ્કિેશન (CBFC) એ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે
- અક્ષયકુમાર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ OMG-2' આજકાલ ચર્ચામાં છે
- અભિનેતા પંકજ ત્રિપાઠીએ OMG-2' વિવાદ પર પોતાનું મૌન તોડયું હતું
પંકજ ત્રિપાઠી, અક્ષયકુમાર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ OMG-2' આજકાલ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ્ ફિલ્મ સર્ટિફ્કિેશન (CBFC) એ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી તરફ્ રિલીઝ પછી ફિલ્મ 'આદિપુરુષ' જેવા વિવાદોથી બચવા માટે સીબીએફસીએ ફિલ્મને સમીક્ષા સમિતિને મોકલી છે. આ દરમિયાન તાજેતરમાં અભિનેતા પંકજ ત્રિપાઠીએ OMG-2' વિવાદ પર પોતાનું મૌન તોડયું હતું. તેમણે કહ્યું કે ફિલ્મ વિશે જે પણ લખાઈ રહ્યું છે તેમના પર વિશ્વાસ ન કરો.જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે સત્ય બધાની સામે આવશે. જોકે, પંકજે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના રિવ્યૂ અને ફિલ્મ વિશે ચાલી રહેલા વિવાદ વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
એક ઇન્ટરવ્યૂમાં જ્યારે પંકજ ત્રિપાઠીને ફિલ્મને લઈને શરૂ થયેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું 'હું એટલું જ કહીશ કે કૃપા કરીને ફિલ્મ વિશે જે લખાઈ રહ્યું છે તેના પર વિશ્વાસ ન કરો. લોકો ઘણી વાતો કરે છે. પરંતુ ફિલ્મ રિલીઝ થશે ત્યારે સત્ય બહાર આવશે. પંકજે વધુમાં કહ્યું હતું કે એ ખોટી માન્યતા છે કે સંવેદનશીલ ફિલ્મો બનાવવી વધુ પડકારજનક છે. તેમણે કહ્યું, અહીં હળવી કોમેડી કરવી પણ એટલી જ મુશ્કેલ છે. હકીકતમાં કોમેડી સાથે અભિનેતાને ખબર નથી હોતી કે દર્શકો તેના પર હસશે કે નહીં. ઘણી વખત શૂટિંગ દરમિયાન આપણને કોઈ પણ સીન ઉશ્કેરાટ ભર્યો લાગે છે. પરંતુ, દર્શકોને કદાચ તે ખાસ નહીં લાગે.










