• 2022માં કંપનીમાંથી છ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સે ચેરમેનથી કંટાળી રાજીનામાં આપ્યાં

  • પીએફ્એસના બોર્ડ પરથી છ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરફથી રાજીનામું આપવામાં આવ્યું હતું
  • ઈન્ડિયા ફઈનાન્શિયલ સર્વિસિઝ(PFS)ના ચેરમેન રાજીવ કુમાર મિશ્રાને કારણદર્શક નોટિસ મોકલી હતી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ પીટીસી ઈન્ડિયાના વડા અને તેની સબ્સિડિયરી પીટીસી ઈન્ડિયા ફઈનાન્શિયલ સર્વિસિઝ(PFS)ના ચેરમેન રાજીવ કુમાર મિશ્રાને કારણદર્શક નોટિસ મોકલી હતી. જેનું મુખ્ય કારણ કંપનીના બોર્ડની કામગીરીને અસરકારક રીતે ચાલવા દેવામાં તેમજ તેમની ફરજ નિભાવવાની જવાબદારીમાં જોવા મળતી નિષ્ફળતા હતી.

સેબીએ પીએફ્એસ ખાતે કેટલાક નિર્ણયો લેવામાં બોર્ડને બાયપાસ કરવાના અને લોન્સ માટેની શરતોમાં ફેરફાર સહિતના કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાઓને લઈ નોટિસ ઇશ્યૂ કરી હતી. સેબીએ મિશ્રા અને પીએફ્એસના એમડી અને સીઈઓ પવન સિંઘને 8 મેના રોજ શો-કોઝ નોટિસ પાઠવી હતી. સેબીની તપાસમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને સ્વતંત્ર અને જવાબદારી પૂર્વક કામગીરી નિભાવવામાં મિશ્રા તરફથી સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યાં છતાં પીટીસીના ચેરમેન અને એમડી તરીકે મિશ્રાની નિમણૂક 28 જૂને શેરધારકો પાસે મંજૂરી માટે આવશે. પીટીસીની એનબીએફ્સી એવી પીએફ્એસ 19 જાન્યુઆરી, 2022ના રોજ કંપનીના ત્રણ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરફ્થી રાજીનામું આપવામાં આવ્યું ત્યારથી સ્કેનર હેઠળ છે. આ ડિરેક્ટર્સે કોર્પોરેટ ગવર્નન્સ અને કોમ્પ્લાયન્સના મુદ્દે રાજીનામાં આપ્યાં હતાં. ત્યારપછી અન્ય ડિરેક્ટર્સે પણ રાજીનામાં આપ્યાં હતાં. સેબીએ તેની નોટિસમાં નોંધ્યું છે કે પીએફ્એસ અને પીટી ખાતેથી ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરફથી સતત રાજીનામા બોર્ડ મિટિંગ્સમાં ચેરમેનની વર્તણૂક અંગે ઘણું બધુ કહી જાય છે. તેમના ધ્યાન પર લાવવા છતાં તેઓ બોર્ડના નિર્ણયોનું પાલન નહીં કરવા બદલ મેનેજમેન્ટને કોઈ સવાસ કરી રહ્યાં નથી. કેલેન્ડર 2022માં મિશ્રા અને સિંઘના મેનેજમેન્ટ દરમિયાન પીએફ્એસના બોર્ડ પરથી છ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરફથી રાજીનામું આપવામાં આવ્યું હતું.

પીટીસીની સ્થાપના 1999માં સરકારે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ભાગરૂપે કરી હતી. જેમાં આંશિક હિસ્સો રાજ્ય સરકારની પાવર કંપનીઓ એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, પીએફ્સી અને એનએચપીસી ધરાવે છે. આ દરેક કંપનીઓ પીટીસીમાં 4.05 ટકા હિસ્સો ધરાવે છે. એલઆઈસી 5.96 ટકા અને દામોદર વેલી કોર્પોરેશન 3.38 ટકા હિસ્સો ધરાવે છે.


  • Follow us on: