- હલ્ધી સેરેમનીમાં રાઘવ અને પરિણીતિ મનમૂકીને મસ્તી કરતા જોવા મળ્યા
- પરિણીતિ ચોપરાએ 24 સપ્ટેમ્બરે આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા
- ફોટોઝમાં પરિણીતિ પિંક આઉટફ્ટિમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
પરિણીતિ ચોપરાએ 24 સપ્ટેમ્બરે આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. ગુરુવારે પરિણીતિએ તેમની હલ્દી સેરેમનીની કેટલીક નવી તસવીરો શેર કરી. આ ફોટોઝમાં પરિણીતિ પિંક આઉટફ્ટિમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે રાઘવ ટ્રેડિશનલ વ્હાઈટ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. તેમણે બ્લેક ગોગલ્સ સાથે આ લૂક કમ્પ્લીટ કર્યો હતો. પરિણીતિ ચોપરાએ શેર કરેલ એક ફોટોમાં પરિણીતિ અને રાઘવ પૂજા કરે છે તો બીજામાં બન્ને ખૂબ ખુશખુશાલ જોવા મળી છે જ્યારે અન્ય એક ફોટોમાં ગોગલ્સ કેરી કરેલ રાઘવને પરિણીતિએ કિસ કરી હતી. ફોટોઝમાં બન્ને મનમૂકીને મસ્તી કરતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરના રોજ ઉદયપુરના ધ લીલા પેલેસમાં ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં સાનિયા મિર્ઝા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ક્રિકેટર હરભજન સિંહ, બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા જેવી ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. પરિણીતિએ તેના ખાસ દિવસ માટે મનીષ મલ્હોત્રાનો લહેંગા પસંદ કર્યો હતો. જ્યારે રાઘવે ટ્રેડિશનલ શેરવાની પહેરી હતી. તેમના લગ્ન બાદથી જ બંનેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.










