• સુરેશ ગોપીએ દીકરી ભાગ્યાના લગ્નના કેન્ડિડ મૂવમેન્ટ્સ શેર કર્યા

  • સેલિબ્રેશનના કેટલાક કેન્ડિડ મૂવમેન્ટ્સ તેમણે શેર કર્યા છે
  • આ લગ્નમાં કેટલાય દિગ્ગજ પહોચ્યા હતા

સાઉથના જાણીતા અને બિગ શોટ પોલિટિશિયન સુરેશ ગોપીની દીકરીના લગ્ન થયા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર 17 જાન્યુઆરીએ દીકરી ભાગ્યાના લગ્નના કેટલાક ફોટોઝ શેર કર્યા છે જે લગ્ન કેરલમાં થયા છે. આ લગ્નમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. સેલિબ્રેશનના કેટલાક કેન્ડિડ મૂવમેન્ટ્સ તેમણે શેર કર્યા છે. ફોટોઝમાં કેપ્શન લખ્યું છે કે, ગુરુવાયુર મંદિરમાં મારા બાળકોએ લગ્ન કર્યા છે. પ્રધાનમંત્રીએ આવીને બંનેને આશીર્વાદ આપ્યા, મારા માટે ગર્વની વાત છે. તમે બધાજ ભાગ્યા અને શ્રોયસને તમારી પ્રાર્થનાઓમાં અવશ્ય રાખજો. જણાવી દઇએ કે સુરેશ ગોપીની દીકરી ભાગ્યાએ બિઝનેસમેન શ્રોયસ મોહન સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં કેટલાય દિગ્ગજ પહોચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ અત્યાર સુધીના સૌથી ગ્રાન્ડ વેડિંગ હતા. જણાવી દઇએ કે સુરેશ ગોપી એક પોલિટિશિયન હોવાની સાથે સાથે સાઉથનો જાણીતો એક્ટર છે. સુરેશ માત્ર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહી પરંતુ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂક્યો છે. તેની તગડી ફેન ફોલોઇંગ છે.


  • Follow us on: