• નિર્માતાઓ 'આદિપુરુષ' જેવી પરિસ્થિતિ ઇચ્છતા નથી

  • ફિલ્મના આ રિ-શૂટ સિવાય 600 VFX શોટ્સ પર કામ કરવાનું બાકી
  • ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલ તેના ક્લાઇમેક્સને ફરીથી શૂટ કરવાની યોજના બનાવી

પ્રભાસની આગામી ફિલ્મ 'સાલાર' સતત સ્થગિત થઈ રહી છે. અગાઉ તે 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. વિદેશોમાં આ માટે રેકોર્ડ એડવાન્સ બુકિંગ પણ થયું હતું, પરંતુ પછી અચાનક નિર્માતાઓએ જાહેરાત કરી કે આ ફિલ્મ સમયસર રિલીઝ થશે નહીં. તેનું કારણ એ હતું કે તેના VFX પર કામ હજુ બાકી હતું. ત્યારથી એવી ચર્ચા હતી કે, આ ફિલ્મ નવેમ્બર- 2023માં રિલીઝ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે નહીં કારણ કે, ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલ તેના ક્લાઇમેક્સને ફરીથી શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે તે પોતાની ટીમ સાથે હૈદરાબાદ પણ પહોંચી ગયો છે. તેઓ 10 દિવસ સુધી અહીં કેટલાક શોટ્સ ફરીથી શૂટ કરશે. જો સૂત્રોનું માનીએ તો 'જ્યારે પ્રશાંતે આખી ફિલ્મ જોઈ, ત્યારે તે તેના કેટલાક શોટ્સથી ખુશ નહોતો. તેને લાગ્યું કે ક્લાઇમેક્સના કેટલાક શોટ્સમાં સુધારો કરવાની જરૂર છે. જ્યારે તેણે આ અંગે નિર્માતાઓ સાથે વાત કરી તો તેઓએ પ્રશાંતને સમર્થન આપ્યું અને ફિલ્મનું બજેટ વધારી દીધું હતું.

સાલાર' KGF સાથે લિંક થઈ શકે છે

ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હાસન, જગપતિ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારો જોવા મળશે. તેનું ટીઝર પહેલા જ રિલીઝ થઈ ગયું છે. આ જોયા પછી, ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે પ્રશાંત નીલ તેની બીજી ફિલ્મ 'KGF' સાથે સાલારને લિંક કરશે.

600 VFX શોટ પર કામ કરવાનું છે

 હવે ફિલ્મના આ રિ-શૂટ સિવાય પહેલાંથી જ અટવાયેલા 600 VFX શોટ્સ પર કામ કરવાનું બાકી છે. આવી સ્થિતિમાં આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ રિલીઝ થવી મુશ્કેલ લાગી રહી છે. પ્રશાંત તેના અંતિમ સંપાદન પછી જ તેની રિલીઝ તારીખ જાહેર કરશે.પ્રભાસની આ ફિલ્મને લઈને માર્કેટમાં ઘણી ચર્ચા છે. કારણ એ છે કે, પ્રભાસ ફરી એકવાર એક્શન અવતારમાં પરત ફરી રહ્યો છે. બીજી તરફ્, આ ફિલ્મનું દિગ્દર્શન કરનાર પ્રશાંત નીલની છેલ્લી બે ફિલ્મો 'KGF' અને 'KGF-2' બ્લોકબસ્ટર હિટ રહી હતી. આ સિવાય ડિસ્ટ્રિબ્યૂટર્સ પણ સાલારને માંગેલી કિંમત ચૂકવવા તૈયાર છે. આ પણ એક કારણ છે કે મેકર્સ આ ફિલ્મ પર વિગતવાર કામ કરી રહ્યા છે. તે નથી ઇચ્છતો કે આ ફિલ્મની હાલત પ્રભાસની પાછલી ફિલ્મ 'આદિપુરુષ' જેવી થાય.


  • Follow us on: