• અયોધ્યાવાસીઓએ દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલ અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીનું ભવ્ય સ્વાગત કર્યું

  • સોશિયલ મીડિયા યૂઝર્સ દારાસિંગને યાદ કરીને ભાવુકસ્વરે તેમની કમીનો અહેસાસ કરી રહ્યાં છે
  • જય શ્રીરામના નારાઓ લગાવવાની સાથે તેમની ઉપર પુષ્પવર્ષા કરી રહ્યાં છે

રામાનંદ સાગર દ્વારા નિર્મિત સિરિયલ રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવીને અમર થઈ ગયેલા અરુણ ગોવિલ અને સીતામાતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. સિરિયલના આ રામ-સીતા માતાનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં અયોધ્યાવાસી તેમના માનમાં જય શ્રીરામના નારાઓ લગાવવાની સાથે તેમની ઉપર પુષ્પવર્ષા કરી રહ્યાં છે.આ વાઇરલ વીડિયોમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરી પણ જોવા મળે છે. ભગવાન રામ, સીતામાતા અને લક્ષ્મણજી વચ્ચે જો કોઈ એક પાત્ર મિસિંગ છે તો તે દારાસિંગનું છે. સોશિયલ મીડિયા યૂઝર્સ દારાસિંગને યાદ કરીને ભાવુકસ્વરે તેમની કમીનો અહેસાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યૂઝર્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યાં છે કે વર્ષો પહેલાં ટીવી સિરિયલમાં ભગવાનનું પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતા અને પૂજનીય બનેલા પાત્રો આજે અયોધ્યાની મુલાકાત લઈને ખુદ ભગવાનના દર્શનાર્થે પહોંચ્યા છે.


  • Follow us on: