- રણબીર કપૂર પત્ની આલિયા સાથે ખેલાડીઓનો જુસ્સો વધારતો જોવા મળ્યા
- આ કપલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
- રણબીર અને આલિયા પોતાની ટીમની જીતથી ખૂબ જ ખુશ દેખાતા હતા
રણબીર કપૂર ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ મુંબઈ સિટી એફસીનો કો-ઓનર છે. સોમવારે તેની ટીમ FC ગોવાને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. મેચ દરમિયાન રણબીર અને આલિયા પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યા હતા. મેચ બાદ રણબીર તેની પત્ની આલિયા સાથે તમામ ખેલાડીઓને મળતો જોવા મળ્યો હતો. આ કપલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન રણબીર સફેદ ટી-શર્ટ-ગ્રે જોગર્સ અને સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેરેલો જોવા મળ્યો હતો.રણબીર અને આલિયા પોતાની ટીમની જીતથી ખૂબ જ ખુશ દેખાતા હતા. જીત બાદ રણબીર પોતાની ટીમની ટી-શર્ટ હાથમાં લઈને મેદાનમાં ફરતો જોવા મળ્યો હતો. અંતમાં એક્ટરે તમામ ખેલાડીઓને ગળે લગાવ્યા અને જીત માટે તમામને અભિનંદન પાઠવ્યા હતાં.
રણબીરના પ્રોજેક્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી સાથે રણબીરની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે તે નિર્દેશક નિતેશ તિવારીની 'રામાયણ'માં રામની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાઇરલ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર સાથે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. KGF સ્ટાર યશ તેમાં રાવણનું પાત્ર ભજવતો જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં બોબી દેઓલ અને વિજય સેતુપતિ જેવા કલાકારો પણ જોવા મળી શકે છે.










