• રોકી ઔર રાની કી લવ સ્ટોરી'ના પ્રોમોમાં રણવીરસિંહનો શર્ટલેસ અંદાજ સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઈન્ટ બન્યો

  • રણવીરસિંહ આલિયા ભટ્ટ સ્ટારર ફ્લ્મિ 'રોકી ઔર રાની કી લવ સ્ટોરી'નો નવો પ્રોમો રિલીઝ થયો છે
  • રણવીર રોકી રંધાવા નામના પંજાબી છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે

રણવીરસિંહ આલિયા ભટ્ટ સ્ટારર ફ્લ્મિ 'રોકી ઔર રાની કી લવ સ્ટોરી'નો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ ફ્લ્મિમાં રણવીર રોકી રંધાવા નામના પંજાબી છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. નવા પ્રોમો વીડિયોમાં રણવીર શર્ટલેસ લુકમાં જોવા મળી રહ્યો છે. પ્રોમો વીડિયોમાં રણવીરના જિમમાં વર્કઆઉટ કરતા સમયની ઝલક પણ જોવા મળી રહી છે. તે તેના સિક્સપેક એબ્સ અને ડિઝાઇનર કપડાને ફ્લોન્ટ કરી રહ્યો છે. સોમવારે રણવીરસિંહે પોતાની ફ્લ્મિનો પ્રોમો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું 'મન્ડે મોટિવેશન ફ્રોમ રોકી રંધાવા'! રણવીરના ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણે પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

એક યૂઝરે વીડિયો પર લખ્યું'પંજાબી સંગીત ઓન ફયર! તે જ સમયે, એક યૂઝરે લખ્યું 'મને બિલકુલ આશા ન હતી કે મને આજે કંઈક આવું જોવા મળશે! એક યૂઝરે લખ્યું'ફયર! પ્રોમોની શરૂઆત રણવીર પથારીમાંથી ઊઠીને પંજાબી ગીતની ધૂન પર થાય છે. વીડિયો પછી રણવીરના પરફેક્ટ ટોન્ડ બોડી અને મસલ્સનાં કેટલાંક શોટ્સ બતાવે છે. આ પછી વીડિયોમાં, રણવીર અરીસાની સામે ઊભો છે અને વિવિધ પોઝ આપે છે અને પછી સ્નાન કરવા જાય છે. આ દરમિયાન તે પોતાના કપડાં પણ ખોલે છે અને તેના ડિઝાઈનર કપડાંનું કલેક્શન બતાવે છે. તેમાં કપડાં ઉપરાંત ફૂટવેર અને સનગ્લાસ પણ દેખાય છે.


  • Follow us on: