- ચૂંટણી જેવી ઊંચી અનિશ્ચિતતા ધરાવતી ઘટનાઓ પાછળ માર્કેટમાં વોલેટિલિટીમાં વૃદ્ધિ
- આગામી વર્ષે એપ્રિલ-મે 2024 દરમિયાન ચૂંટણીઓ યોજાવાની છે
- કરૂડ ઓઈલની 80 ટકાથી વધુ માગ દેશ આયાત મારફ્તે પૂરી કરે
કેલેન્ડર 2024ના મધ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પરિણામો શેરબજારની આગામી 12 મહિનાની દિશા નિર્ધારણ કરવામાં સૌથી મહત્વનું પરિબળ બની રહેશે એમ મોર્ગન સ્ટેનલીના એમડી રિધમ દેસાઈનું કહેવું છે. રેટ કટને લઈને તેઓ ઉમેરે છે કે જ્યાં સુધી યુએસ ફેડ તરફ્થી વ્યાજ દરમાં ઘટાડો કરવામાં નહિ આવે ત્યાં સુધી આરબીઆઈ પણ તેમ કરી શકશે નહિ. આગામી વર્ષ માટે રોકાણકારોએ ધ્યાનમાં રાખવાં જેવા છ મહત્વના પરિબળો અહિં જણાવ્યાં છે.
સામાન્ય સભાની ચૂંટણીઓઃ દેસાઈના મતે ચૂંટણી જેવી ઊંચી અનિશ્ચિતતા ધરાવતી ઘટનાઓ પાછળ માર્કેટમાં વોલેટિલિટીમાં વૃદ્ધિ જોવા મળશે. આગામી વર્ષે એપ્રિલ-મે 2024 દરમિયાન ચૂંટણીઓ યોજાવાની છે. તેમના મતે બજાર વર્તમાન સરકાર જળવાય રહેશે તેમ માનીને ટ્રેડ દર્શાવશે અને વાસ્તવિક પરિણામ પછી તેની દિશા નક્કી કરશે.
કરૂડ ઓઈલ પ્રાઈસઃ ભારતીય બજાર માટે બીજું મોટું પરિબળ કરૂડ ઓઈલના ભાવ છે. કેમકે દેશ 80 ટકાથી વધુ માગ આયાત મારફ્તે પૂરી કરે છે. 110-120 ડોલર પ્રતિ બેરલની ઉપરના ભાવ દેશના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. ત્યાં સુધી કોઈ વાંધો નથી એમ તેઓ ઉમેરે છે.
ફેડ તરફ્થી કેટ કટઃ માર્કેટની દિશા નિર્ધારણમાં ત્રીજું મહત્વનું પરિબળ ફેડ રેટમાં ઘટાડો બની રહેશે. આપણે ફેડ પર નજીકથી નજર રાખવાની રહેશે. કેમકે એકવાર ફેડ રેટ ઘટાડશે પછી આરબીઆઈનું હોકિશ વલણ નરમ પડશે. ત્યાં સુધી આરબીઆઈનું વલણ રેટમાં ઘટાડાનું નહિ જોવા મળે. જોકે, ફેડનો નિર્ણય ઈન્ફ્લેશનના ડેટા આધારિત રહેશે. અનિંગ્સ ગ્રોથઃ ભારત તરફ્થી અનિંગ્સ સ્ટોરી ઘણી સારી છે. હાલમાં તેને લઈને કોઈ અવરોધો કે આકર્ષણો જોવા મળતાં નથી. માર્કેટ માટે સાધારણ પોઝીટીવ બાબતો જોવા મળે છે જ્યારે અવરોધોનો અભાવ છે એમ દેસાઈ ઉમેરે છે.
યુએસ ગ્રોથ સાઈકલઃ યુએસ ખાતે આર્થિક વૃદ્ધિ પર નજર નાખવી જરૂરી છે. અમારા બેઝ કેસ પ્રમાણે યુએસ ખાતે સોફ્ટ લેન્ડ જોવા મળશે. જે છેલ્લાં 100 વર્ષોમાં હંમેશા જોવા મળ્યું છે એમ નથી. આમ તે એક વિશેષ બાબત હશે. જો તેમ નહિ થાય તો ભારત તે સ્થિતિમાં ઘણો સારો દેખાવ કરશે એમ દેસાઈ જણાવે છે.