- એવોર્ડ સેરેમનીમાં ડિરેક્ટર રાજામૌલી અને મેગા પાવર સ્ટાર રામ ચરણ હાજર રહ્યાં હતા
- RRRને બેસ્ટ એક્ટો ફિલ્મ કેટેગરીમાં પણ નોમિનેટેડ કરવામાં આવી છે
- એવોર્ડ શોના વિજેતાઓની જાહેરાત 16 માર્ચે કરવામાં આવશે
ભારતની એક ફિલ્મ RRRનો હોલિવૂડમાં દબદબો જોવા મળી રહ્યો છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRR ઓસ્કાર 2023ના નોમિનેશન લિસ્ટમાં તો જગ્યા મેળવી લીધી છે અને ઓસ્કાર એવોર્ડમાં હજુ પણ ઘણો સમય છે, આ પહેલાં જ RRR એવોર્ડ શોમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવી છે. હોલિવૂડ ક્રિટિક્સ એસોસિયેશન એવોર્ડ્સ એટલે કે HCA Film Awards 2023માં RRRએ ત્રણ મોટા એવોર્ડ જીતીને ડંકો વગાડી દીધો છે. RRRને બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ સ્ટન્ટ્સ, બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને નાટુ નાટુ ગીત માટે બેસ્ટ સોંગ માટે HCA ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ એવોર્ડ સેરેમનીમાં ડિરેક્ટર રાજામૌલી અને મેગા પાવર સ્ટાર રામ ચરણ હાજર રહ્યાં હતા. જેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે જેમાં રાજામૌલી એવોર્ડ જીતવા પર ભાષણ આપી રહ્યા છે.રામ ચરણએ હોલિવૂડ ક્રિટિક્સ એસોસિયેશન એવોર્ડ્સ 2023માં એવોર્ડ પણ પ્રેજન્ટ કર્યો હતો. તે પ્રેજેન્ટર્સ લિસ્ટમાં એકમાત્ર ભારતીય એક્ટર હતા. આ ફિલ્મે એચસીએ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ સ્ટન્ટ્સ, બેસ્ટ સોંગ, બેસ્ટ એડિટિંગ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું.એચસીએ ફિલ્મ એવોડ્ર્સ ઉપરાંત RRR હોલિવૂડના ક્રિટિક્સ ચોઇસ સુપર એર્વોર્ડ્ર્સમાં નોમિનેશન પણ પ્રાપ્ત થયું છે. RRRને બેસ્ટ એક્ટો ફિલ્મ કેટેગરીમાં પણ નોમિનેટેડ કરવામાં આવી છે. એક્ટર રામ ચરણને એક્શન મૂવી કેટેગરીમાં બેસ્ટ એક્ટર મૂવી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. એવોર્ડ શોના વિજેતાઓની જાહેરાત 16 માર્ચે કરવામાં આવશે. તો ઓસ્કાર 2023 12 માર્ચેના દિવસે યોજાશે.










