- ઇન્ડિયામાં હજુ સુધી સાલારની એડવાન્સ બુકિંગ શરૂ થયું નથી
- ફિલ્મ સાલાર 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર
- ફિલ્મનું ટ્રેલર પણ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવનાર છે
સાઉથ સુપર સ્ટાર પ્રભાસની આગામી અને મોસ્ટ અવેઇટેડ ફિલ્મ સાલાર આગામી 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર પણ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવનાર છે. અત્યારે યુએસએમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે, જેમાં ફિલ્મે શાનદાર શરૂઆત કરી છે. ઇન્ડિયામાં અત્યાર સુધીમાં ફિલ્મ સાલારનું એડવાન્સ બુકિંગ શરૂ થયું નથી. જોકે, યુએસએમાં એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ફિલ્મે 2 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ફિલ્મના એડવાન્સ બુકિંગના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. સાલારના હમણાં સુધી 10,000 હજાર ટિકિટ્સ વહેંચાયા છે અને અત્યાર સુધીમાં 2 કરોડ 3 લાખની કમાણી કરી લીધી છે. પ્રશાંત નીલ નિર્દેશિત ફિલ્મ સાલારને રિલીઝ થવામાં હજું થોડો સમય બાકી છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકુમાર, મીનાક્ષી ચૌધરી સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળશે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર શાહરુખ ખાનની ફિલ્મ ડંકી સાથે થવાની છે.










