- ફિલ્મ માં પોતાના પર લાગેલો 'દેશદ્રોહ'નો ડાઘ હટાવતો જોવા મળશે
- આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના પણ મહત્ત્વના રોલમાં છે
- 'ટાઈગર-3' યશરાજ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સની ફિલ્મ છે
સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'ટાઈગર-3'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ નુંપોસ્ટર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યુ હતું. હવે ફેન્સ માટે ફરી સારા સમાચાર આવ્યા છે. ફેન્સ માટે નવું અપડેટ એ છે કે ફિલ્મ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. શેર કરેલા વીડિયોમાં ફરી એકવાર સલમાન ખાનનું શાર્પ વલણ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને ટીઝર કે ટ્રેલર નામ આપવામાં આવ્યું નથી, પરંતુ તેને 'ટાઈગરનો મેસેજ'કહેવામાં આવ્યો છે.'ટાઈગર-3' યશરાજ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સની ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના પણ મહત્ત્વના રોલમાં છે. 'ટાઈગર 3'ના ટીઝર વીડિયોમાં અભિનેત્રીની ઝલક પણ જોવા મળી છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને ચાહકોને ટીઝર વિશે જાણકારી આપી છે. તેની સાથે લખવામાં આવ્યું છે કે, 'જ્યાં સુધી ટાઈગર મરી ન જાય ત્યાં સુધી ટાઈગરનો પરાજય થતો નથી.'આ વીડિયો હિન્દી તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે. ટીઝરમાં સલમાન ફરી એકવાર ટાઇગર તરીકે કમબેક કરતો જોવા મળી રહ્યો છે. આ વખતે તે ફિલ્મમાં પોતાના પર લાગેલો 'દેશદ્રોહ'નો ડાઘ હટાવતો જોવા મળશે. ટીઝરમાં તે પોતાના શાર્પ એટિટયૂડ અને પાવરફુલ એક્શન થી લોકોના હોશ ઉડાવી રહ્યો છે.










