• સિદ્દીકી ઇસ્માઇલ છેલ્લા કેટલાક દિવસોથી ન્યુમોનિયા અને લિવરની બીમારીથી પીડિત હતા

  • ફિલ્મ બૉડીગાર્ડના ડાયરેક્ટર સિદ્દીકી ઇસ્માઇલનું હાર્ટએટેકના કારણે હોસ્પિટલમાં નિધન થયું
  • 63 વર્ષીય સિદ્દીક ઇસ્માઇલ મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક હતા

સાઉથ ઈન્ડિયન સિનેમામાં મોટા ગજાનું નામ ધરાવતા અને સલમાન ખાનની ફિલ્મ બૉડીગાર્ડના ડાયરેક્ટર સિદ્દીકી ઇસ્માઇલનું હાર્ટએટેકના કારણે કોચીની હોસ્પિટલમાં નિધન થયું છે. 63 વર્ષીય સિદ્દીક ઇસ્માઇલ મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ન્યુમોનિયા અને લિવરની બીમારીથી પીડિત હતા. તેમની તબિયત બગડતાં તેમને કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન (ECMO)ના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. સિદ્દીકનું અચાનક દુનિયાને અલવિદા કરવું એ મલયાલમ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી માટે મોટો આંચકો છે.

ડોક્ટરોએ તેમને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. બધાને આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે આવશે, પરંતુ આવું થઈ શક્યું નહીં. દિગ્દર્શકે 1989માં આવેલી મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ 'હરિહરનગર', 'ગોડફાધર', 'કાબુલીવાલા', 'વિયેતનામ કોલોની' અને 'હિટલર' જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે. તેમની છેલ્લી ફિલ્મ 'બિગ બ્રધર' હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ અને અભિનેતા અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં હતા.તેમના નરશ્વર દેહને કડવાંથરા સ્થિત રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં અંતિમદર્શન માટે રાખવામાં આવ્યો હતો.


  • Follow us on: