• 35 વર્ષ 35 દિવસની જેમ વીતી ગયાઃ સલમાન

  • મેગાસ્ટાર સલમાન ખાને 26 ઓગસ્ટે ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂર્ણ કર્યા છે
  • ભાઈજાને સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરતા ફેન્સનો આભાર માન્યો

મેગાસ્ટાર સલમાન ખાને 26 ઓગસ્ટે ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર ભાઈજાને સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરતા ફેન્સનો આભાર માન્યો હતો. સલમાન ખાને શનિવારે તેની ફ્લ્મિોના આઇકોનિક સીન્સ, ડાયલોગ્સ અને ડાન્સ સ્ટેપ્સનો કોલાજ શેર કર્યો હતો. વીડિયો શેર કરતા સલમાને લખ્યું '35 વર્ષ 35 દિવસની જેમ વીતી ગયા, તમારા પ્રેમ માટે આભાર.'મનોરંજન માટે તમારો ખૂબ ખૂબ આભાર. સલમાન ખાનના આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક પ્રશંસકે કમેન્ટ સેક્શનમાં લખ્યું 'ભાઈજાનને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યાને 35 વર્ષ થઈ ગયા છે, તમને ખૂબ ખૂબ અભિનંદન.' અન્ય એક ફેને લખ્યું 'આને ભાઈજાનનો જલવો કહેવાય છે.' ત્રીજા પ્રશંસકે લખ્યું 'હું વૃદ્ધ થઈશ તો પણ સલમાન ખાન હંમેશા મારો ફેવરિટ રહેશે.' તેના અન્ય યુઝરે લખ્યું 'બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન અને અમારું મનોરંજનકરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.'


  • Follow us on: