• દિવાળી પર રિલીઝ થયેલી આ ફિલ્મે 19 કરોડનું સિગલ ડે કલેક્શન કર્યું હતું

  • 'ટાઇગર-3' મૂવીએ આઠ દિવસમાં જ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી
  • અત્યાર સુધીમાં વિદેશી બજારમાં ટાઇગર-3નું કલેક્શન રૂ. 96 કરોડ

સલમાન ખાન-કેટરિના કૈફની સ્પાય યુનિવર્સ ફિલ્મ 'ટાઇગર 3' દિવાળીના અવસર પર 12 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવી હતી. યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મે આઠ દિવસમાં જ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. શાહરુખ ખાન બાદ સલમાન ખાનની ટાઇગર 3ને પણ દુનિયાભરના દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ઉત્તર અમેરિકાથી લઈને યુકે અને અન્ય દેશો સુધી, દર્શકો આ ફિલ્મને થિયેટરોમાં જોઈ રહ્યા છે, જેનો અંદાજ તમે ટાઇગર 3ની વિશ્વવ્યાપી કમાણી પરથી લગાવી શકો છો. શનિવારે ટાઇગર 3ની વિશ્વભરમાં કુલ કમાણી લગભગ 357 કરોડ રૂપિયા હતી.જો કે, રવિવારે ટાઇગર-3 એ વિશ્વભરમાં લગભગ 376 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આનો અર્થ એ થયો કે રૂ. 4,00 કરોડની ક્લબમાં સામેલ થવા માટે ફિલ્મે હવે વિશ્વભરમાં માત્ર રૂ. 24 કરોડ વધુ કમાવાના છે. વિદેશી બજારમાં સલમાન ખાન-કેટરિના કૈફ્ અને ઈમરાન હમીની સ્પાય થ્રિલર ફિલ્મનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે વર્લ્ડ કપની મેચને કારણે ભારતમાં ફિલ્મની કમાણી ઘટી હોય, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચની વિશ્વભરની બોક્સ ઓફિસ પર બહુ અસર જોવા મળી નથી. આ ફિલ્મે રવિવારે સિંગલ ડે પર વિશ્વભરમાં કુલ 19 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અત્યાર સુધીમાં વિદેશી બજારમાં ટાઇગર-3નું કલેક્શન રૂ. 96 કરોડ સુધી પહોંચી ગયું છે, જે ટૂંક સમયમાં રૂ. 100 કરોડ સુધી પહોંચી શકે છે.


  • Follow us on: