• સલમાન અને કેટરિનાએ ફિલ્મનું પોસ્ટર શેર કયુંર્, ફિલ્મનું ટીઝર 7 સપ્ટેમ્બરે આવશે

  • ફિલ્મનું નવું પોસ્ટર શનિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું
  • ટાઈગર ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે

સલમાન ખાન અને કેટરિના કૈફ્ સ્ટારર ફિલ્મ 'ટાઈગર- 3' આ વર્ષે દિવાળીના અવસર પર 10 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું નવું પોસ્ટર શનિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટીઝર 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મના દિગ્દર્શક મનીષ શર્મા છે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે. આદિત્ય ચોપરા ફિલ્મના નિર્માતા છે.ફિલ્મના પોસ્ટરમાં સલમાન-કેટરિના ખૂબ જ ઇન્ટિન્સ લૂકમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ સાથે સલમાન અને કેટરિના અવિનાશ સિંહ રાઠોડ અને ઝોયાના પાત્ર સાથે પરત ફરશે. YRF યુનિવર્સ' ની પાછલી ફિલ્મો 'ટાઈગર ઝિંદા હૈ','વોર' અને 'પઠાન 'સાથે જોડાયેલી વાર્તા આ ફિલ્મમાં જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુમાં ફિલ્મના પોસ્ટર શેર કરતાં સલમાન ખાને લખ્યું 'હું આવી રહ્યો છું! દિવાળી 2023 પર 'ટાઇગર- 3' લઈને' સલમાન ખાનના ફેન્સ આ પોસ્ટર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું 'વાહ, હું આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું'. અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ પોસ્ટર પર પ્રતિક્રિયા આપી છે. પોસ્ટર શેર કરતી વખતે કેટરિના કૈફે લખ્યું 'કોઈ સીમા નહીં, ડર નહીં, પાછા વળવું નહીં! આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે'.


  • Follow us on: