• શૂટિંગ દરમિયાન સલમાન ખાન ખરાબ તબક્કામાંથી પસાર થયો : રવિ કિશન

  • શૂટિંગ દરમિયાન સલમાન ખૂબ જ પરેશાન રહેતો હતો
  • તેરે નામ સલમાન ખાનનુ કારકિર્દીનું શ્રોષ્ઠ પ્રદર્શન હતું

રવિ કિશને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મ તેરે નામના શૂટિંગ દરમિયાન સલમાન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. સિદ્ધાર્થ કનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રવિ કિશને કહ્યું કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખૂબ જ પરેશાન રહેતો હતો. આ સમય દરમિયાન તેમણે પોતાનું સમગ્ર ધ્યાન જિમ ટ્રેનિંગમાં સમર્પિત કર્યું હતું. રવિએ કહ્યું, સલમાન ખૂબ જ અદ્ભુત માણસ છે. તેરે નામ દરમિયાન તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો અને હું તેમનો સાક્ષી હતો પરંતુ તે જે રીતે વર્કઆઉટ કરતો હતો તે રીતે તે દોઢ કલાક જિમમાં રહેતો હતો. હું તેમની પાસેથી શીખ્યો છું કે ગમે તે થાય તમે જીવનમાં ગમે તેટલા નાખુશ હોવ, ભવે તમને હાર્ટબ્રેક હોય, બોડી બ્રેક હોય કે બ્રેઇન બ્રેક હોય અને જો તમે શૂટિંગ કર્યા પછી થાકી ગયા હોવ તો પણ તમારે દોઢથી બે કલાક સુધી વર્કઆઉટ કરવું જોઇએ. જ્યારે હોસ્ટે પૂછયું કે શું તે ખરાબ સમયમાં સલમાનનો ઓવર કોન્ફિડન્સ ઓછો થયો છે? તો રવિએ કહ્યું, તેરે નામમાં તેમની એનર્જીનો ઉપયોગ થયો છે. સતીષ કૌશકે ફિલ્મના દિગ્દર્શક હતા. તેઓ પોતે અભિનેતા હતા તેથી દરેક દૃશ્યો પોતે જ સંભળાવતા હતા. આખી ફિલ્મ દરમિયાન સલમાન ખૂબ જ ખોવાયેલો રહ્યો હતો પરંતુ તેરે નામ તેમની કારકિર્દીનું શ્રોષ્ઠ પ્રદર્શન હતું.


  • Follow us on: