• ચેટજીપીટીને લઈને પ્રખ્યાત બનેલા ઓલ્ટમેને કંપનીના બોર્ડ સામે આક્રોશ વ્યક્ત કર્યો

  • અલ્બેનિયમ મૂળના મીરા મુરાટી હંગામી ધોરણે કંપનીનું સુકાન સંભાળશે
  • એલોન મસ્ક અને અન્યો સાથે મળઈ ઓપનએઆઈને કો-ફઉન્ડ કરી હતી

ઓપનAIના કો-ફઉન્ડર અને સીઈઓ સેમ ઓલ્ટમેનની કંપનીના બોર્ડ તરફ્થી હકાલપટ્ટીએ સમગ્ર ટેક્નોલોજી વિશ્વને આંચકો આપ્યો છે. વિશ્વભરમાં જનરેટીવ એઆઈના ચહેરા સમાન ઓલ્ટમેનને આકસ્મિકપણે કંપનીમાં દૂર કરવાના પગલાએ ઘણી અટકળઓને જન્મ આપ્યો છે. કંપનીના બોર્ડે ઓલ્ટમેનની નેતૃત્વમાંથી તેણે વિશ્વાસ ગુમાવી દીધો હોવાનું જણાવી તેની હકાલપટ્ટી કરી હતી. તેણે ઉમેર્યું હતું કે તે કંપનીને અસરકારક રીતે નેતૃત્વ પૂરું પાડી શકે તેમ નથી.

ચેટબોટ ચેટજીપીટીને લઈ જગપ્રસિધ્ધ બનેલા ઓલ્ટમેનને તેમના હોદ્દા પરથી દૂર કર્યાં પછીની અટકળોમાં કહેવાય છે કે બોર્ડ સાથેના તેના કોમ્યુનિકેશન્સને લઈ ઓલ્ટમેન ક્યારેક અસ્પષ્ટ જોવા મળતા હતા. સેમને દૂર કર્યાં પછી હંગામી ધોરણે તેમનું સ્થાન કંપનીની ચીફ્ ટેક્નોલોજી ઓફ્સિર મીરા મુરાતી સંભાળશે. 34-વર્ષીય મુરાતી આલ્બેનિયમ મૂળની એન્જીનીયર છે. ઓલ્ટમેનની એક્ઝિટને લઈને માધ્યમોમાં અનેક ચર્ચાઓ છેડાઈ છે.

વોલ સ્ટ્રીટના જણાવ્યા મુજબ કંપનીમાંથી તેમને દૂર કરવા પાછળ તેમની અને બોર્ડ સભ્યો વચ્ચે સત્તાને લઈ જોવા મળી રહેલી ખેંચતાણ જવાબદાર છે. તેણે કંપનીના આંતરિક સ્રાતોને ટાંકીને આમ નોંધ્યું છે. આંતરિક રિપોર્ટ્સ સૂચવે છે કે કંપનીના આર્ટિફ્શ્યિલ ઈન્ટેલિજન્સ ડેવલપમેન્ટ અને સેફ્ટી મેઝર્સને લઈને અભિગમ સંબંધમાં કંપનીના કર્મચારીઓમાં ઉગ્ર ચર્ચા જોવા મળી રહી હતી. ધ ઈર્ન્ફ્મેશનના રિપોર્ટ મુજબ ઓલ્ટમેનની હકાલપટ્ટીને લઈને ઓપનએઆઈના કો-ફઉન્ડર અને બોર્ડ મેમ્બર ઈલ્યા સૂત્કેવર કર્મચારીઓ તરફ્થી સવાલોનો સામનો કરી રહ્યાં છે. જેમાં કેટલાંક ઓલ્ટમેન સામે કાવતરાં અથવા ક્કહોસ્ટાઈલ ટેકઓવરક્રની શક્યતાં દર્શાવી રહ્યાં છે. સૂત્કેવરે તેમની સામેના આક્ષેપોના જવાબમાં બોર્ડના ઓપનએઆઈના માનવતાના હિતમાં લાભદાયી આર્ટિફ્શ્યિલ જનરલ ઈન્ટેલિજન્સ(એજીઆઈ) ડેવલપ કરવાની પ્રતિબધ્ધતા પર ભાર આપ્યો હતો. એક અમેરિકન પત્રકારે એક્સ પર જણાવ્યું હતું કે ઓપનએઆઈ ખાતે નેતૃત્વ પરિવર્તનમાં સૂત્કેવરનો હાથ છે. ઓપનએઆઈ કો-ફઉન્ડર્સ સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેનના વધતાં પ્રભાવથી સૂત્કેવર ખૂબ જ હતાશ હતાં. આખરે સૂત્કેવરે કંપનીના બોર્ડને પોતાની બાજુએ કરી સેમ અને બ્રોકમેનને કંપનીમાંથી દૂર કર્યાં હતાં. ઓલ્ટમેનની વિરોધમાં મત આપનારા બોર્ડ મેમ્બર્સના મતે સેમ ગેરરિતી આચરવા સાથે મનમાની કરતાં હતાં.

ઓલ્ટમેને 2015માં સૂત્કેવર, એલોન મસ્ક અને અન્યો સાથે મળઈ ઓપનએઆઈને કો-ફઉન્ડ કરી હતી. જેનો હેતુ નફ માટે એઆઈ ડેવલપ કરનાર ગુગલ જેવી એઆઈ કંપનીઓ સામે સ્પર્ધાનો હતો. તેમજ સુરક્ષિત અને જવાબદાર રીતે એઆઈ ડેવલપમેન્ટની ખાતરીનો હેતુ પણ તેઓ ધરાવતાં હતાં. 2019માં ઓલ્ટમેન કંપનીના સીઈઓ બન્યાં હતાં. તેમણે ઓપનએઆઈ નોન-પ્રોફ્ટિ મારફ્તે સંચાલિત ફેર-પ્રોફ્ટિ કંપનીની સ્થાપનામાં સહાયતા કરી હતી. જેથી તેઓ માઈક્રોસોફ્ટ જેવા બહારના રોકાણકારો પાસેથી ફ્ંડ્સ ઊભું કરી શકે. જોકે, પાછળથી એઆઈ સેફ્ટીને લઈને ચિંતા પાછળ કંપનીના નેતૃત્વમાં ભાગલા પડવાની શરૂઆત થઈ હતી.


  • Follow us on: