• હોબાળો, ચકચાર મચતાં જ US સિક્યુરિટીઝ રેગ્યુલેટરે ખુલાસો કરવો પડયો

  • સોશિયલ મીડિયા Xના હેન્ડલની ક્ષણિક એક્સેસ મેળવી કોઈએ ફેક મેસેજ પોસ્ટ કર્યો
  • ફેક પોસ્ટની થોડી જ ક્ષણોમાં બિટકોઈનમાં 3,000 ડોલરનો ઉછાળો

અમેરિકાના સમગ્ર સિક્યુરિટીઝ માર્કેટનું નિયંત્રણ કરતા યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન - SECના સોશિયલ મીડિયા ઠના હેન્ડલને થોડી જ મિનિટો માટે હેક કરીને હેકર્સે SECએ બિટકોઈન ઈટીએફને મંજુરી આપી'નો મેસેજ પોસ્ટ કરતાં જ સમગ્ર વિશ્વના સિક્યુરિટીઝ માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો. માર્કેટને ડેમેજ થતું અટકાવવા તરત જ એસઈસી તરફથી એકસના હેન્ડલનો કંટ્રોલ મેળવી ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ ફેક મેસેજ છે, આવો જુઠો મેસેજ કોઈએ પોસ્ટ કર્યો છે. આ ઉપરાંત, તેણે હજુ સુધી સ્પોટ બિટકોઈન ઈટીએફ્સને કોઈ જ મંજુરી આપી ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

પૂર્વીય યુએસ ખાતે સાંજના 4 વાગ્યાના સમય આસપાસ યુએસ રેગ્યુલેટરના એક્સ એકાઉન્ટને થોડા સમય માટે કોઈએ હેક કરીને આમ કર્યું હોવાનું એજન્સીએ નોંધ્યું હતું. છેલ્લાં બે મહિનાથી ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી અને રોકાણકારો સ્પોટ બિટકોઈન ઈટીએફ્સને લઈ એસઈસીની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે.

એસઈસીએ જણાવ્યું હતું કે એક્સ એકાઉન્ટના હેકિંગ અને સંબંધિત ઘટનાઓને લઈ તપાસ માટે તે લો એન્ફેર્સમેન્ટ સાથે મળીને કામ કરશે. એક્સના બિઝનેસ ઓફ્રેશન્સ હેડ જોઈ બેનર્રોચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એસઈસીનું એકાઉન્ટ સુરક્ષિત છે અને કંપની એકાઉન્ટ સાથે થયેલી ઘટનાના મૂળ કારણની તપાસ કરી રહી છે. બિનસત્તાવાર પોસ્ટમાં જણાવાયું હતું કે એસઈસીએ તમામ રજિસ્ટર્ડ નેશનલ સિક્યૂરિટીઝ એક્સચેન્જિસ પર બીટકોઈન ઈટીએફ્સ માટે મંજૂરી આપી છે. પોસ્ટમાં એસઈસી ચેરમેન ગેર જેન્સ્લેરનું ક્વોટ દર્શાવતું પિક્ચર પણ સામેલ હતું. આ પોસ્ટ પછી બિટકોઈનના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેને રોઈટર્સ સહિતની એસઈસીના એકાઉન્ટને ફેલો કરતી ન્યૂઝ મિડિયા એજન્સિઝે જોયું હતું.

બુધવારે એસઈસી તરફ્થી બિટકોઈનને ટ્રેક કરતાં કેટલાંક ઈટીએફ્સને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા પાછળ આ પ્રકારની પોસ્ટ જોવા મળી હતી. ક્રિપ્ટો ઉદ્યોગ માટે ઈટીએફ્ને મંજૂરી એક ઐતિહાસિક ઘટના બની રહેશે. બિનસત્તાવાર પોસ્ટે ઉદ્યોગને આશ્ચર્ય આપ્યું હતું. તેમને નવાઈ લાગી હતી કે એસઈસી આ પ્રકારના નિર્ણયની જાહેરાત પ્રથમ સોશ્યલ મિડિયા પર શા માટે કરે? ઈટીએફ્ ઈસ્યુઅર્સના કેટલાંક અધિકારીઓએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે ટ્વિટ જોઈને તેમને પણ આશ્ચર્ય થયું હતું. એક એક્ઝિક્યૂટીવે તો એવી ચિંતા પણ દર્શાવી હતી કે આ હેકિંગની ઘટનાને કારણે એસઈસી બિટકોઈન ઈટીએફ્સની મંજૂરીને પાછી પણ ઠેલી શકે છે. જોકે, બે ઈસ્યુઅર્સ જણાવે છે કે હેકિંગને કારણે સ્પોટ બિટકોઈન ઈટીએફ્સની મંજૂરી માટેની ટાઈમલાઈન પર અસર થશે કે કેમ તેની તત્કાળ કોઈ સ્પષ્ટતા નથી.

ફેક પોસ્ટની થોડી જ ક્ષણોમાં બિટકોઈનમાં 3,000 ડોલરનો ઉછાળો

સાંજના લગભગ 4 વાગે આ ફેક પોસ્ટ થયા પછી 4 વાગીને 11 મિનિટ સુધીમાં લગભગ 10 લાખ લોકોએ તે જોયો હતો. જો કે 20 મિનિટ પછી આ પોસ્ટ અનવિઝીબલ થઇ ગઇ હતી. પોસ્ટ થઇ તે પછી બિટકોઇનનો ભાવ ઊછળીને 48000 ડોલર થઇ ગયો હતો, જોકે પોસ્ટ ફેક છે એવું જાહેર થતાં તે ફરી ઘટીને 45000 ડોલરની સપાટીએ આવી ગયો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની સુરક્ષા સામે પણ સવાલો

જે પ્રકારે સોશિયલ મીડિયા Xના એસઈસીના હેન્ડલને હેક કરી સમગ્ર સિક્યુરિટીઝ અને બિટકોઈન માર્કેટમાં ખળભળાટ મચાવી દેવાયો તેના પરથી બિલિયોનેર ઈલોન મસ્કના ટેકઓવર પછી આ સોશિયલ મીડિયાની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા હતા.


  • Follow us on: