- જવાબ ફિલ્મમાંથી ભારતના રાષ્ટ્રપતિ,NSG અને અપશબ્દોને દૂર કરવાનું સૂચન કરાયું
- નયનતારાની આગામી ફિલ્મ જવાનને 'CBFC' દ્વારા U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું
- બાળકો પણ માતાપિતાના માર્ગદર્શન સાથે ફિલ્મ જોઈ શકશે
શાહરુખ ખાન અને નયનતારાની આગામી ફિલ્મ જવાનને 'CBFC' દ્વારા U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. મતલબ કે દરેક વયજૂથના લોકો આ ફિલ્મ જોઈ શકશે. તે જ સમયે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ માતાપિતાના માર્ગદર્શન સાથે ફિલ્મ જોઈ શકશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અગાઉ CBFCએ પણ ફિલ્મમાં 7 ફેરફારો સૂચવ્યા છે.સેન્સર બોર્ડે ફિલ્મમાં આ 7 ફેરફારો કરવાનું સૂચન કર્યું છે જેમાં એક દૃશ્યમાં, આત્મહત્યાના દૃશ્યની લંબાઈ ઘટાડવાની સલાહ આપવામાં આવી છે, ફિલ્મમાંથી એક માણસનું શિરચ્છેદ કરવામાં આવતા વિઝયૂઅલને હટાવવાની સલાહ આપવામાં આવી છે, ફિલ્મનો એક ડાયલોગ 'પૈદા હોકે' છે. તેને દૂર કરવાની સલાહ આપવામાં આવી છે, સેન્સર બોર્ડે કહ્યું છે કે ફિલ્મમાં એક જગ્યાએ ભારતના રાષ્ટ્રપતિના શીર્ષકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફિલ્મના સંદર્ભમાં બિનજરૂરી લાગે છે. ભારતના રાષ્ટ્રપતિને બદલે રાજ્યના વડાનો ઉપયોગ કરવો જોઈએ, ફિલ્મમાં 'ઊંગલી કરના'ને બદલે 'આ યૂઝ કરો' એ ફેરફાર કરવાની સલાહ આપવામાં આવી છે.આ સિવાય ફિલ્મના એક ડાયલોગમાં સંપ્રદાય શબ્દનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે, બોર્ડે ફિલ્મમાં NSG એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડને બદલે' IISG કહેવાનું સૂચન કર્યું છે. જણાવી દઈએ કે, અગાઉ શાહરુખની ફિલ્મ 'પઠાન'ને પણ સેન્સર બોર્ડ દ્વારા U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ દીપિકા પાદુકોણના ગીત બેશરમ રંગના ક્લોઝ-અપ શોટ્સમાં લગભગ 12 કટ કરવામાં આવ્યા હતા. સેન્સર બોર્ડે 'પઠાન'ની સરખામણીમાં 'જવાન'માં કોઈ ખાસ ફેરફાર સૂચવ્યો નથી. 'પઠાન' ફિલ્મે વિશ્વભરમાં લગભગ 1,050 કરોડની કમાણી કરી હતી.










