- પઠાન ફ્લ્મિની રિલીઝ પહેલાં પણ પણ શાહરુખ માતાના દર્શનાર્થે પહોંચ્યો હતો
- શાહરુખ ખાને તેની ફ્લ્મિ 'જવાન'ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી
- શાહરુખની આસપાસ સુરક્ષા દળોનો ઘેરો જોઈ શકાય છે
શાહરુખ ખાને તેની ફ્લ્મિ 'જવાન'ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી. તે વાદળી રંગના હૂડીમાં જોવા મળ્યો હતો, તેનો ચહેરો સંપૂર્ણપણે ઢંકાયેલો જોવા મળ્યો હતો અને પોતાના ચહેરા પર બ્લેક માસ્ક પણ પહેર્યુ હતું. શાહરુખની આસપાસ સુરક્ષા દળોનો ઘેરો જોઈ શકાય છે. પઠાન'ની રિલીઝ પહેલા જ શાહરુખ વૈષ્ણોદેવી મંદિરે પહોંચી ગયો હતો. તે સમયે ફ્લ્મિના એક ગીત 'બેશરમ રંગ'ને લઈને ઘણો વિવાદ થયો હતો. શાહરુખ ખાનના સિક્યોરિટી ગાર્ડ લોકોને ફેટોગ્રાફ્સ લેવા દેતા નથી. તેની આસપાસ લોકોની ભીડ જોવા મળે છે. રિપોટ્ર્સ અનુસાર શાહરુખ મંગળવારે રાત્રે 9.30 વાગ્યે પહોંચ્યો હતો. તેને થોડા સમય પછી સ્થાનિક હોટલમાં આરામ કર્યો હતો. આ પછી તેઓ લગભગ 11 વાગે મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. શાહરુખ રાત્રે જ ત્યાંથી પાછો ર્ફ્યો હતો. 'જવાન'ના ઓડિયો લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે આજે એટલે કે 30 સપ્ટેમ્બરે ચેન્નઈમાં હશે. આ પહેલા ડિસેમ્બર 2022માં શાહરુખ ખાન વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યો હતો. તે સમયે તેની ફ્લ્મિ 'પઠાન' રિલીઝ થવાની હતી. શાહરુખની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. આ તસવીરોમાં શાહરુખ તિલક લગાવેલો જોવા મળ્યો હતો. આ માટે શાહરુખને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. ટ્રોલર્સે તે સમયે કહ્યું હતું કે શાહરુખ પોતાની ફ્લ્મિને હિટ બનાવવા માટે હિંદુ હોવાનો ડોળ કરી રહ્યો છે.










