• 250 કરોડમાં બનેલી આ ફ્લ્મિનું ટીઝર રિલીઝ થઈ ગયું છે

  • સ્ટારર ફ્લ્મિ 'ફાઈટર' આ મહિને 25મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે
  • હાઇપ બનાવવા માટે, મેકર્સ ઇચ્છતા હતા કે શાહરુખ ફ્લ્મિમાં કેમિયો કરે

રિતિક રોશન અને દીપિકા પદુકોણ સ્ટારર ફ્લ્મિ 'ફાઈટર' આ મહિને 25મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. 250 કરોડમાં બનેલી આ ફ્લ્મિનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જોકે, ફ્લ્મિને લઈને કોઈ ચર્ચા નથી. આનાથી નિર્માતાઓ ચિંતિત છે. ફ્લ્મિના ટીઝર અને ગીતોને મળેલા હળવા પ્રતિસાદને કારણે મેકર્સે હવે પ્રમોશન ખર્ચ પર મર્યાદા મૂકી દીધી છે. હાઇપ બનાવવા માટે, મેકર્સ ઇચ્છતા હતા કે શાહરુખ ફ્લ્મિમાં કેમિયો કરે, પરંતુ તેણે પણ ના પાડી દીધી છે. દીપિકા પદુકોણ પણ મેકર્સથી નારાજ છે. રિપોર્ટ અનુસાર, શાહરુખ ફ્લ્મિના ઝોનરને કારણે ફ્લ્મિનો ભાગ બનવા નથી માગતો. દીપિકા પદુકોણ પણ મેકર્સથી નાખુશ છે. સૂત્રો અનુસાર ફ્લ્મિને લાઇમલાઇટમાં લાવવા માટે મેકર્સ માત્ર રિતિક રોશન પર ફેકસ કરી રહ્યા છે. ટીઝર પછી પણ, રિતિક વિશે ચર્ચા હતી અને ક્યાંય દીપિકાનો ઉલ્લેખ નહોતો. જેના કારણે દીપિકા પણ આ ફિલ્મનો પ્રચાર-પ્રસારથી દૂર જોવા મળી રહી છે.


  • Follow us on: