• કિંગનું શૂટિંગ જાન્યુઆરી 2024થી શરૂ થશે

  • ફ્લ્મિનું નામ 'કિંગ' છે, જે એક એક્શન-થ્રિલર ફ્લ્મિ હશે
  • ફ્લ્મિનું પ્રી-પ્રોડક્શનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે

શરૂ થશેનેટફ્લિક્સની ફ્લ્મિ ધ આર્ચીઝથી અભિનયની શરૂઆત કર્યા પછી, સુહાના ખાન ટૂંક સમયમાં પિતા શાહરુખ ખાન સાથે એક ફ્લ્મિમાં જોવા મળશે. ફ્લ્મિનું નામ 'કિંગ' છે, જે એક એક્શન-થ્રિલર ફ્લ્મિ હશે. ફ્લ્મિનું પ્રી-પ્રોડક્શનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ફ્લ્મિનું શૂટિંગ જાન્યુઆરીથી શરૂ થશે, જેનું નિર્દેશન સુજોય ઘોષ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ એક્શનથી ભરપૂર ફ્લ્મિ કિંગમાં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે અને સુહાના ખાન પણ આ ફ્લ્મિમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ફ્લ્મિનું શૂટિંગ જાન્યુઆરી 2024માં શરૂ થશે. તે શાહરુખ ખાનની 'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ' પ્રોડક્શન કંપની અને સિદ્ધાર્થ આનંદની પ્રોડક્શન કંપની 'માર્ફ્લિક્સ એન્ટરટેઇનમેન્ટ' દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહી છે. સિદ્ધાર્થ આનંદ અગાઉ શાહરુખ ખાન સાથે ફ્લ્મિ 'પઠાન'માં કામ કરી ચૂક્યો છે. સિદ્ધાર્થે પઠાન ફ્લ્મિ ડિરેક્ટ કરી હતી, પરંતુ હવે તે શાહરુખની ફ્લ્મિ પ્રોડયુસ કરશે. રિપોર્ટ અનુસાર, આ ફ્લ્મિ ઘણી બધી એક્શનની સાથે એક ઈમોશનલ સ્ટોરી હશે, જેનું સ્ક્રિપ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. રિપોર્ટમાં મુજબ, ફ્લ્મિ 'કિંગ'ની ફ્લેવર શાહરુખ ખાનની 'પઠાણ' અને 'જવાન' કરતાં બિલકુલ અલગ હશે. ફ્લ્મિમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવવાના છે, જેના કારણે સુજોય ઘોષે ફ્લ્મિના નિર્દેશનની જવાબદારી લીધીછે. સુહાના ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફ્લ્મિ 'ધ આર્ચીઝ'થી કરી હતી. આ સિવાય તે 'મેબેલિન' જેવી મોટી બ્રાન્ડને પણ એન્ડોર્સ કરે છે. શાહરુખની આગામી ફ્લ્મિની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ રાજકુમાર હિરાની દ્વારાનિર્દેશિત ફ્લ્મિ 'ડંકી'માં જોવા મળશે.


  • Follow us on: