• શીખ સ્ટુડન્ટ ફેડરેશને બોલિવૂડ ફિલ્મ'એનિમલ'ના સીન સામે વાંધો ઉઠાવ્યો

  • યૂથ ફેડરેશને આ અંગે સેન્સર બોર્ડ ઓફ્ ફિલ્મ સર્ટિફ્કિેશનને પત્ર લખ્યો
  • ફિલ્મમાંથી બંને વિવાદાસ્પદ સીન હટાવવાની માંગ કરવામાં આવી છે

શીખ સ્ટુડન્ટ ફેડરેશને બોલિવૂડ ફિલ્મ'એનિમલ'ના સીન સામે વાંધો ઉઠાવ્યો છે. ફેડરેશનના સંરક્ષક કરનૈલસિંહ પીર મોહમ્મદ અને વડા પરમિંદરસિંહ ઢીંગરાએ જણાવ્યું હતું કે ફિલ્મના અંતમાં એક દૃશ્યમાં અભિનેતા રણબીર કપૂર એક ગુરશીખ પર સિગારેટનો ધુમાડો ફૂંકી રહ્યો છે. અન્ય એક દૃશ્યમાં તે ગુરશીખની દાઢી પર છરી રાખી રહ્યો છે. યૂથ ફેડરેશને આ અંગે સેન્સર બોર્ડ ઓફ્ ફિલ્મ સર્ટિફ્કિેશનને પત્ર લખ્યો છે. જેમાં ફિલ્મમાંથી બંને વિવાદાસ્પદ સીન હટાવવાની માંગ કરવામાં આવી છે.ફેડરેશને ફિલ્મ એનિમલના પ્રખ્યાત ગીત અર્જન વેલી સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે. ફાઇટર હોવા છતાં ફિલ્મમાં ગુંડા અને ગેંગ વોર માટે અર્જન વેલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કબીરના નામ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફેડરેશને સેન્સર બોર્ડને આ તમામ દૃશ્યો પર કાર્યવાહી કરવા જણાવ્યું છે જેથી લોકો પર તેની ખરાબ અસર ન પડે.

એનિમલની રિલીઝ પહેલાં, રણબીર કપૂરની કારકિર્દીની શ્રોષ્ઠ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી સંજુ હતી, જેણે વિશ્વભરમાં 586 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેની બીજી શ્રોષ્ઠ ફિલ્મ બ્રહ્માસ્ત્ર હતી જેણે 410 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે એનિમલ આ બંને ફિલ્મોને પાછળ છોડીને રણબીરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.


  • Follow us on: