• અરુંધતીના મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા આર્થિક મદદ માંગી

  • અભિનેત્રી હાલમાં તિરુવનંતપુરમની હોસ્પિટલમાં દાખલ છે
  • અરુંધતીની બહેન આરતી નાયરે આ સમાચારની પુષ્ટિ કરી

તમિલ અને મલયાલમ ફ્લ્મિોની પ્રખ્યાત અભિનેત્રી, અરુંધતી નાયર 14 માર્ચે કેરળના કોવલમમાં એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અભિનેત્રી હાલમાં તિરુવનંતપુરમની હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે અરુંધતીની બહેન આરતી નાયરે આ સમાચારની પુષ્ટિ કરી છે. આરતીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને કહ્યું કે અરુંધતીને માથામાં ગંભીર ઈજા થઈ છે. જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહેલી અભિનેત્રીના ચાહકોને તેના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.આરતીએ લખ્યું, અમને તામિલનાડુના અખબારો અને ટેલિવિઝન ચેનલોમાં છપાયેલા સમાચાર પર સ્પષ્ટતા કરવાની જરૂર લાગી. એ વાત સાચી છે કે મારી બહેન અરુંધતી નાયરનો ત્રણ દિવસ પહેલા અકસ્માત થયો હતો. તે ગંભીર રીતે ઘાયલ છે અને વેન્ટિલેટર પર છે ત્યારે તે પોતાના જીવન માટે લડી રહી છે.આરતી સિવાય અરુંધતીની મિત્ર અને અભિનેત્રી ગોપિકા અનિલે પણ સોશિયલ મીડિયા દ્વારા આર્થિક મદદ માંગી છે. આ સિવાય આરજે રામ્યા જોસેફે પણ એક વીડિયો શેર કર્યો છે અને લોકોને મદદ કરવાની અપીલ કરી છે. દરમિયાન પોલીસે આ અકસ્માતની તપાસ શરૂ કરી છે.અરુંધતી 2016માં રિલીઝ થયેલી વિજય એન્ટોનીની ફ્લ્મિ સૈથનમાં મુખ્ય ભૂમિકા ભજવીને ચર્ચામાં આવી હતી. તેણે 2018 માં મલયાલમ ફ્લ્મિથી ડેબ્યૂ કર્યું હતું. તેની છેલ્લી ફ્લ્મિ પોર્કસુકલ ગયા વર્ષે રિલીઝ થઈ હતી.


  • Follow us on: