- નિફ્ટી50:-337 પોઈન્ટ્સની વધઘટ બાદ 209 પોઈન્ટ્સ ના ઘટાડા સાથે બંધ રહી
- યુદ્ધની સ્થિતિમાં બેન્ક્સ પર વ્યાજ દરોમાં વધારો
- નિફ્ટીબેન્ક માં સાપ્તાહિક 564 પોઈંટ્સના ઘટાડો
વીતેલા સપ્તાહમાં નબળા વૈશ્વિક સંકેતોને પગલે મોમેન્ટમ ઘણું ચંચળ રહયું હતું, ગત સપ્તાહમાં જણાવ્યા મુજબ ઇઝરાયેલ હમાસ નું યુદ્ધ સમીક્ષકોના મતે સ્થિતિ જલ્દી થાળે પડે એમ નથી, યુદ્ધમાં નિત નવા ફ્ણગાઓની વચ્ચે વૈશ્વિક તથા સ્થાનિક બજારોમાં સાવચેતી પૂર્વકના વ્યાપાર જોવા મળ્યા હતા આખા સપ્તાહ દરમ્યાન ઊંચા મથાળેથી પ્રોફ્ટિ બુકિંગ જોવા મળ્યું હતું, બધાજ મહત્વના બેન્ચમાર્ક સવા ટકાથી લઈને અઢી ટકા સુધીના કડાકા સાથે બંધ રહ્યાં હતા ખાસ કરીને મીડકેપ્સ ઇન્ડેક્સમાં આ વખતે નોંધપાત્ર સવા બે ટકાનો કડાકો બોલ્યો હતો જે નોંધનીય છે, મીડકેપ્સમાં મે મહિના થી અવિરત એક તરફ્ી તેજી જોવા મળી હતી ત્યારબાદ પેહલીવાર સાપ્તાહિક આટલો ઘટાડો જોવા મળ્યો છે તો મીડકેપ્સમાં પ્રોફ્ટિ બુકિંગ જારી રહેશે એવા સંકેતો ચાર્ટ પર જોવા મળે છે, નવા સપ્તાહમાં મોમેન્ટમ મિશ્રા રહેશે તથા માસિક એક્સપાયરી ને પગલે ચંચળતા પણ જોવા મળશે એવી વકી છે.
Nifty 50 (બંધ ભાવ 19542) :- નિફ્ટી50 ગત સપ્તાહમાં સાપ્તાહિક 337 પોઈન્ટ્સની વધઘટ બાદ 209 પોઈન્ટ્સ ના ઘટાડા સાથે બંધ રહી હતી એટલે કે ગત સપ્તાહનો ઉછાળો ધોવાઈ ગયો હતો, આમ જોઈએ તો ગત સપ્તાહમાં બુલિશ ઈનગલફ્ગિં કૅન્ડલસ્ટિક પેટર્નના ફેરમેસન બાદ ઉપર જવાની શક્યતાઓ વધુ હતી પરંતુ યુદ્ધની સ્થિતિમા બજારની ચાલ અનિશ્ચિત રહે એ સાહજિક છે, હવે નવા સપ્તાહમાં અગાઉ જણાવ્યા મુજબ માસિક એક્સપાયરી ને પગલે હાઈ વોલેટિલિટી જોવા મળે એવી વકી છે, નવા સપ્તાહમાં અનુક્રમે 19480-19300 મહત્વના સપોર્ટ રહેશે તથા ઉપરમાં અનુક્રમે 19680-19725 મહત્વના અવરોધ રહેશે એની ઉપર 19850 સુધીના સ્તરો જોવા મળે એવી










