- ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ, IAS બી. એમ. પ્રજાપતિએ કહ્યું કે,
- EDII કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસની ઉજવણી કરવામાં આવી
- ભારતના આર્થિક વિકાસમાં એમએસએમઈના મહત્ત્વને દર્શાવ્યું હતું
આંત્રપ્રિન્યોર ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટ ઓફ્ ઈન્ડિયા (EDII) કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતના આર્થિક વિકાસમાં એમએસએમઈના મહત્ત્વને દર્શાવ્યું હતું અને એમએસએમઈના વિકાસ અને ટકાઉપણા સંબંધિત મુદ્દાઓ અને તેના ઉકેલ માટે અમલમાં મૂકી શકાય તેવા સોલ્યુશન્સ પર ચર્ચા પણ કરી હતી. આ અંગે વાત કરતા ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ, IAS બી. એમ. પ્રજાપતિએ કહ્યું કે, એમએસએમઈ ક્ષેત્રમાં હસ્તક્ષેપ માટે ઘણો અવકાશ છે, જે આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. યુવાનોની બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે એમએસએમઈ સેક્ટરને મજબૂત કરવાની જરૂર છે. કોવિડ દરમિયાન એમએસએમઈને સૌથી વધુ નુકસાન થયું. તેથી સેક્ટરને મજબૂત કરવા અને એમએસએમઈની સંભવિતતામાં આપણા યુવાનોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ઘણા ક્ષેત્રો પર કામ કરવાની જરૂર છે. અમે આ અંતરને ઓળખવા માટે ડાયગ્નોસ્ટિક સ્ટડી શરૂ કરી છે.
સમગ્ર ઉદ્યોગસાહસિક ચળવળનું નેતૃત્વ MSME દ્વારા કરાય છે
ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાએ કહ્યું કે, સમગ્ર ઉદ્યોગસાહસિક ચળવળનું નેતૃત્વ એમએસએમઈ દ્વારા કરવામાં આવે છે. આ સેક્ટરનો ફળો ઘણો મોટો છે. એમએસએમઈ બેરોજગારી, ગરીબી અને વિવિધ અસમાનતાના મુદ્દાઓને સંબોધીને પ્રાદેશિક સંતુલન જાળવવામાં મદદ કરે છે. ઉદ્યોગો, નીતિ ઘડનારાઓ અને સંસ્થાઓએ એમએસએમઈ વૃદ્ધિ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે હાથ મિલાવવો પડશે. ઈડીઆઈઆઈ આ ક્ષેત્રના ઉત્થાન અને તેના વિકાસને વેગ આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે.
MSME સેક્ટરને મજબૂત કરવાની ખૂબ જરૂરિયાત છે
જીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને નેક્સસ ગ્રૂપ ઓફ્ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શૈલેષ પટવારીએ કહ્યું કે, એમએસએમઈ સેક્ટરને મજબૂત કરવાની ખૂબ જરૂરિયાત છે અને ઘણી બધી હેન્ડહોલ્ડિંગની સુવિધા ઊભી કરવી જરૂરી છે. એમએસએમઈ માટે ઘડવામાં આવેલા લાભો સેક્ટર સુધી પહોંચે તે સુનિિૃત કરવા માટે એક સિસ્ટમની સ્થાપના કરવી પડશે. કેટલાક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની જરૂર છે; દાખલા તરીકે, કાપડ ક્ષેત્ર ઘણી વસ્તુઓની આયાત પર મોટાભાગે નિર્ભર છે. તેથી આ ક્ષેત્ર વિશાળ સંભાવના ધરાવે છે અને તેને યોગ્ય રીતે પ્રોત્સાહન આપવું જોઈએ. આમ, બજાર સંશોધન પર ભાર મૂકવાની જરૂર છે, જેથી એમએસએમઈને એવા ક્ષેત્રોમાં પ્રમોટ કરવામાં આવે જ્યાં સંભાવનાઓ રહેલી છે.