• અંકિતા અને સુશાંતના બ્રેકઅપ બાદ સ્કોચ અંકિતા સાથે રહેતો હતો

  • અંકિતા લોખંડેના કૂતરા સ્કોચનું નિધન થયું છે
  • ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી

અંકિતા લોખંડેના કૂતરા સ્કોચનું નિધન થયું છે, અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. પોતાના કૂતરાનો ફેટો શેર કરતા તેણે લખ્યું 'મોટી મમ્મી તમને ખૂબ યાદ કરશે, રેસ્ટ ઈન પીસ.' સ્કોચ અંકિતા અને પૂર્વ બોયફ્રેન્ડ સુશાંતસિંહ રાજપૂતનો પહેલો કૂતરો હતો. અંકિતા અને સુશાંતના બ્રેકઅપ બાદ સ્કોચ અંકિતા સાથે રહેતો હતો. સ્કોચના નામનું એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જેમાં સુશાંતની ઘણી તસવીરો છે. સ્કોચના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત અને અંકિતા સાથે વિતાવેલી ઘણી યાદો છે. અંકિતા આ પહેલા પણ ઘણી વખત સ્કોચ સાથે વીડિયો અને ફેટો શેર કરી ચૂકી છે. સુશાંતે આ ડોગ અંકિતાને ગિફ્ટમાં આપ્યો હતો. પરંતુ જ્યારે તેઓ રિલેશનશિપમાં હતા ત્યારે બંને સાથે મળીને તેનું ધ્યાન રાખતા હતા. સુશાંતસિંહ રાજપૂતને પ્રાણીઓ પાળવાનું ખૂબ ગમતું હતું. સુશાંતના મૃત્યુ સમયે પણ તેની પાસે 'ફ્જ' નામનો કૂતરો હતો. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના ત્રણ વર્ષ પછી, તેના પાલતુ કૂતરા ફ્જે પણ 17 જાન્યુઆરી, 2023ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. સુશાંતની બહેન પ્રિયંકા સિંહે 'ફ્જ'ની તસવીર શેર કરી હતી.અંકિતા લોખંડે બિગ બોસ-17માં પતિ વિકી જૈન સાથે જોવા મળી હતી. અંકિતા ફ્નિાલેમાં પહોંચ્યા બાદ ટોપ-3 રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ સિઝનનો વિજેતા સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફરૂકી છે. અભિષેક કુમાર ર્ફ્સ્ટ રનર અપ અને મન્નારા ચોપરા બીજા ક્રમે રહી હતી. શો દરમિયાન અંકિતા અને પતિ વિકી વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી. બંને અવારનવાર તેમના ઝઘડાને લઈને સમાચારમાં રહેતા હતા, પરંતુ શો છોડયા બાદ તેમની વચ્ચે બધું સામાન્ય છે.


  • Follow us on: