• વિયેટનામ સ્થિત ક્લાયન્ટના શેરમાં 80 ટકાનો તીવ્ર ઘટાડો

  • કંપનીના શેરમાં તીવ્ર વધ-ઘટને કારણે તેણે બજારનું ધ્યાન ખેંચ્યું
  • છેલ્લાં છ મહિનામાં વિનફસ્ટ ઓટોનો શેર 80 ટકા જેટલો તૂટી ચૂક્યો છે

તાજેતરમાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશેલી તાતા જૂથ કંપની તાતા ટેક્નોલોજિસના ટોચના પાંચ ગ્રાહકોમાં સમાવેશ પામતી વિયેટનામી ઈવી ઉત્પાદક વિનફસ્ટ મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. તાજેતરમાં કંપનીના શેરમાં તીવ્ર વધ-ઘટને કારણે તેણે બજારનું ધ્યાન ખેંચ્યું છે. જગુઆર લેન્ડ રોવર(જેએલઆર) અને તાતા મોટર્સ સાથે વિનફસ્ટ પણ તાતા ટેક્નોલોજિસમાં ટોચનું યોગદાન આપે છે. તેમજ તે બીજા ક્રમની રેવન્યૂ પૂરી પાડે છે.

છેલ્લાં છ મહિનામાં વિનફસ્ટ ઓટોનો શેર 80 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. હાલમાં તે 22 ડોલરના લિસ્ટીંગ ભાવ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ 15.46 અબજ ડોલર જોવા મળે છે. ટોચના ભાવે કંપનીનો શેર 200 અબજ ડોલરનું વેલ્યૂએશન દર્શાવતો હતો. જે ફોર્ડ અને જનરલ મોટર્સના સંયુક્ત વેલ્યૂએશન્સ જેટલું જોવા મળતું હતું.

તાતા ટેક્નોલોજીસના ટોચના પાંચ ગ્રાહકો તેની કુલ આવકમાં 57 ટકા અને સર્વિસિઝ રેવન્યૂમાં 71 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે. આમાંથી નોંધપાત્ર આવક વિનફસ્ટ પાસેથી આવે છે. જે 2018થી તાતા ટેક્નોલોજિસનો ગ્રાહક છે. નાસ્ડેક પર લિસ્ટીંગ ધરાવતી વિનફસ્ટને લઈને એનાલિસ્ટ્સે તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી. કેમકે કંપનીનું વેલ્યૂએશન સતત ઘટી રહ્યું છે. તેમજ કંપની ગ્રાહકોનું આકર્ષણ પણ ગુમાવી રહી છે. યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને જુલાઈ-સપ્ટેમ્બર માટેના ફાઈલીંગમાં નોંધ્યા મુજબ સપ્ટેમ્બરમાં પૂરા થયેલાં 2023ના પ્રથમ નવ મહિનામાં વિનફસ્ટનું નોંધપાત્ર વેચાણ રિલેટેડ પાર્ટીઝ અથવા કંપનીના પેરન્ટ સાથે સંકળાયેલું હતું. આ ટ્રેન્ડે કંપનીની મજબૂત માર્કેટ હાજરી ઊભી કરવાની ક્ષમતાને લઈ શંકા ઊભી કરી છે.

ડેટા સૂચવે છે કે ચાલુ વર્ષે વિનફસ્ટના 50 ટકાથી વધુ ઈવીનું વેચાણ રિલેટેડ પાર્ટીને થયું છે. જે કંપનીના મોડેલ્સને લઈ મર્યાદિત માર્કેટ માગ સૂચવે છે. ચાલુ વર્ષે કંપનીએ કુલ 11,300 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જેમાંથી 7100 વાહનોનું વેચાણ તો કાર ઉત્પાદક વિનફસ્ટની પેરન્ટ વિનગ્રૂપની માલિકીની ટેક્સી કંપની ગ્રીન એન્ડ સ્માર્ટ મોબિલિટીને કરાયું હતું એમ બેરોન્સનો રિપોર્ટ સૂચવે છે.

વિનફસ્ટ મોટી આંતરરાષ્ટ્રીય મહત્વાકાંક્ષા ધરાવે છે. જોકે, યુએસ કાર સમીકક્ષો તરફ્થી વિનફસ્ટના ઈવીને લઈ શરૂઆતી સમીક્ષા ખૂબ નબળી જોવા મળી રહી છે. યુએસ ખાતે તેની કાર્સના શરૂઆતી શીપમેન્ટ્સ વિલંબિત જોવા મળ્યાં છે. તેમજ યુએસ નેશનલ હાઈવે ટ્રાફ્કિ સેફ્ટી એડમિનિસ્ટ્રેશને કંપનીની કારમાં સોફ્ટવેર એરર પડક્યાં પછી કારને પરત બોલાવવાનું પણ બન્યું છે.


  • Follow us on: