- પટના શુક્લા'ની સ્ક્રીનિંગ દરમિયાન ભાવુક થયેલા સલમાનનો વીડિયો વાઇરલ થયો
- ગુરુવારે સલમાન ખાને 'પટના શુક્લા'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી
- ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળ્યા હતા
ગુરુવારે સલમાન ખાને 'પટના શુક્લા'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેણે દિવંગત અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનો ઉલ્લેખ કર્યો હતો. વાતચીત દરમિયાન અભિનેતા ભાવુક થઈ ગયો હતો. ફિલ્મ 'પટના શુક્લા'ના નિર્માતા અરબાઝ ખાન છે. આ ફિલ્મમાં દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ જોવા મળશે. સ્ક્રીનિંગ દરમિયાન સલમાન ખાન અને અરબાઝ ખાન સાથે જોવા મળ્યા હતા. સલમાન ખાનને સતીશ કૌશિક વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલ પર સલમાન ઇમોશનલ થઈ ગયો હતો. તેણે કહ્યું 'સતીશજી અમારી ખૂબ નજીક હતા. સૌથી મોટી વાત એ છે કે તેમણે મૃત્યુ પહેલા પોતાના તમામ પ્રોજેક્ટ પૂરા કરી લીધા હતા'. સતીશ વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળ્યા હતા.સતીશ કૌશિકે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 2022માં શૂટિંગ સમાપ્ત થયા પછી અરબાઝ ખાન અને સલમાન ખાન સાથે એક ગ્રૂપ ફોટો પણ શેર કર્યો હતો. ફોટામાં તે હસતા જોવા મળ્યા હતા. રવિના ટંડન 'પટના શુક્લા'માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય અનુષ્કા કૌશિક, જતીન ગોસ્વામી, ચંદન રોય સાન્યાલ અને માનવ વીજ કલાકાર તરીકે જોવા મળશે. આ ફિલ્મ 29 માર્ચે 'હોટસ્ટાર' પર રિલીઝ થશે. ટ્રેલરમાં રવીના વકીલની ભૂમિકામાં જોવા મળી રહી છે.










