- શહેરી વિસ્તારોમાં વાર્ષિક 10.2 ટકાનો વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો
- ફૂડ, નોનફૂડ સેક્ટર, બંનેએ 8.7 ટકા ગ્રોથ નોંધાવ્યો
- ગ્રોથ પાછળ સ્નેક્સ અને ચોકલોટ્સ જેવી કેટેગરીઝનું યોગદાન મુખ્ય હતું
એફ્એમસીજી સેક્ટરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 8.6 ટકાનો મજબૂત વૃદ્ધિ દર નોંધાવ્યો છે. જે દેશમં પોઝિટિવ કન્ઝ્મ્પ્શન પેટર્ન્સનો સંકેત આપે છે. મોંઘવારીમાં ઘટાડા પાછળ વપરાશમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું માનવામાં આવે છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં તબક્કાવાર માગ રિકવરીને કારણે પણ વપરાશ વધ્યો છે. ગ્રામીણ ખરીદારો તરફ્થી આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત નોન-ફૂડ એફ્એમસીજીની ખરીદી શરૂ થવાથી એફ્એમસીજી કંપનીઓને સહાયતા મળી છે.
નેલ્સનઆઈક્યૂએ હાથ ધરેલા સર્વે મુજબ ગ્રામીણ બજારોમાં રિકવરીના સંકેતો મળી રહ્યાં છે. સર્વે મુજબ ગ્રામીણ બજારોમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.4 ટકાની વોલ્યુમ વૃદ્ધિ જોવા મળી હતી. જૂન ક્વાર્ટરમાં ગ્રામીણ વિસ્તારોમાં વોલ્યુમ વૃદ્ધિ 4 ટકા પર અંદાજવામાં આવતી હતી. બીજી બાજુ, શહેરી વિસ્તારોમાં 10.2 ટકાનો સ્થિર વોલ્યુમ ગ્રોથ નોંધાયો હતો. મહામારી પછી લાંબા સમયથી ગ્રામીણ વિસ્તારોમાં માગ પરત ફરી રહી નહોતી. જે ધીમે-ધીમે પરત ફરી રહેલી જોવા મળે છે. આ માટેનું એક કારણ મોંઘવારીનું દબાણ ઘટયું હોવાનું પણ માનવામાં આવે છે. એફ્એમસીજી કંપનીઓએ ગયા ક્વાર્ટરમાં પ્રાઈસ ગ્રોથમાં વધુ ઘટાડો અનુભવ્યો હતો. જેણે ગ્રાહકોને ખરીદી માટેની વધુ અનુકૂળતા કરી આપી હતી. આ બાબત ગ્રામીણ વિસ્તારોમાં ખાસ નજરે પડે છે કેમકે ત્યાં તમામ કેટેગરીઝમાં માગ વધતી જોવાઈ છે એમ એનઆઈક્યૂ ઈન્ડિયાના એમડી જણાવે છે. તેઓ ઉમેરે છે કે બેઝ ઈફેક્ટને કારણે ઈન્ફ્લેશન ઠંડુ પડયું છે. તેમજ તાજેતરમાં બેરોજગારીના આંકડામાં ઘટાડા સહિતના પરિબળોએ ગ્રાહકોને ખર્ચ માટે પ્રેરિત કર્યાં છે.










