- તેઓ WHO GMP સર્ટિફ્કિેશન ધરાવે છે
- ફાર્મા કંપનીઓએ 12-મહિનાની સમયમર્યાદામાં આ નિયમોને અમલી બનાવવાના રહેશે
- રૂ. 250 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓએ 6 મહિનામાં કોમ્પ્લાયન્સ લાગુ કરવાના રહેશે
કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓ તરફ્થી સારી મેન્યુફેક્ચરિંગ પ્રેકટિસિસની ફરજિયાત ખાતરી હેતુસર નિયમો કડક બનાવ્યાં છે. જેથી કંપનીઓ મટિરિયલ્સ, મશીન્સ, પ્રોસેસિસ પર્સનલ અને ફેસીલિટીઝને લઈને ક્વોલિટી કંટ્રોલને મજબૂત બનાવે. તમામ ફાર્મા કંપનીઓએ આગામી 6-12 મહિનામાં નવા નિયમો હેઠળ સુધારેલી ગૂડ મેન્યુફેક્ચરિંગ પ્રેકટિસિસને અનુસરવું પડશે. જ્યારે રૂ. 250 કરોડથી નીચું ટર્નઓવર ધરાવતી નાની અથવા એમએસએમઈ ફાર્મા કંપનીઓએ 12-મહિનાની સમયમર્યાદામાં આ નિયમોને અમલી બનાવવાના રહેશે. રૂ. 250 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ આ નિયમો છ મહિનાની મર્યાદામાં અમલી બનાવવાના રહેશે. આ નિયમો તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યાં હતાં. જે સહુ માટે સુધારેલા શેડયૂલ એમને ફરજિયાત બનાવે છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ દેશણાં 10,500 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી 8500 એમએસએમઈ કેટેગરીમાં સમાવેશ પામે છે. આમાઁથી 2000 યુનિટ્સ નિકાસકર્તાં યુનિટ્સ છે. તેઓ WHO GMP સર્ટિફ્કિેશન ધરાવે છે. અધિકારીના જણાવ્યા મુજબ સીડીએસસીઓએ અત્યાર સુધીમાં 254 સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે. તેમણે 112 પબ્લિક ટેસ્ટીંગ લેબ્સનું પરિક્ષણ પણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન જાણમાં આવેલા મુખ્ય મુદ્દાઓણાં નબળું ડોક્યૂમેન્ટેશન, પ્રોસેસ અને એનાલિટીકલ વેલિડેશન્સનો અભાવ, સેલ્ફ્-એસેટમેન્ટની ગેરહાજરી, ક્વોલિટી ફેઇલ્યોર ઈન્વેસ્ટીગેશનની ગેરહાજરી, આંતરિક ક્વોલિટી સમીક્ષાનો અભાવ, ક્રોસ-કન્ટેમિનેશનને અટકાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપ, પ્રોફેશ્નાલી ક્વોલિફઈડ કર્મચારીઓની ગેરહાજરી, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટીંગ એરિયાની ખામીયુક્ત ડિઝાઈન વગેરે બાબતોનો સમાવેશ થતો હોવાનું અધિકારી ઉમેરે છે.










