- પોસ્ટરમાં ભારતના નકશાને કચડવા મથતો એક હાથ દેખાય છે
- ગ્લેમરસ રોલ અને આકર્ષક ડાન્સ માટે જાણીતી ઉર્વશી રૌતેલાને સિરિયસ ફિલ્મમાં મહત્ત્વનો રોલ મળ્યો
- ફિલ્મનું આખું નામ જહાંગીર નેશનલ યુનિવર્સિટી છે.
ગ્લેમરસ રોલ અને આકર્ષક ડાન્સ માટે જાણીતી ઉર્વશી રૌતેલાને સિરિયસ ફિલ્મમાં મહત્ત્વનો રોલ મળ્યો છે. ઉર્વશીની આગામી ફિલ્મ JNUનું ફર્સ્ટ પોસ્ટર તાજેતરમાં શેર થયું છે અને તે સાથે જ વિવાદની શરૂઆત થઈ છે. ફિલ્મના પોસ્ટરમાં ભારતના નકશાને કચડવા મથતો એક હાથ દેખાય છે અને સાથે JNUનો ઉલ્લેખ છે. ફિલ્મનું આખું નામ જહાંગીર નેશનલ યુનિવર્સિટી છે. જો કે દિલ્હી ખાતે આવેલી વિખ્યાત યુનિવર્સિટી સાથે તેનું નામ મળતું આવે છે. ફિલ્મના પોસ્ટરમાં ભગવા રંગમાં ભારતનો નકશો છે અને એક હાથ તેને કચડી નાખવા માગે છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે, સંસ્થાની બંધ દીવાલો વચ્ચે દેશને તોડવાના ષડ્યંત્રનું શિક્ષણ આપવામાં આવ્યું છે. લેફ્ટ અને રાઇટ વચ્ચે વર્ચસ્વની લડાઈમાં કોનો વિજય થશે. આ ફિલ્મ 5 એપ્રિલે આવી રહી છે. JNUમાં ઉર્વશી રૌતેલાની સાથે રવિ કિશન, પીયૂષ મિશ્રા, વિજય રાજ અને રશ્મિ દેસાઈ પણ મહત્ત્વના રોલમાં છે.ઉર્વશીએ આ ફિલ્મમાં કોલેજની યુવા નેતાનો રોલ કર્યો છે. ફિલ્મના પોસ્ટર સાથે જ સોશિયલ મીડિયામાં ઉર્વશી રૌતેલા સહિતના લોકોએ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં એક ચોક્કસ વર્ગ આ ફિલ્મને દેશ વિરોધી કરી રહ્યું છે.










