• એશિયન બજારોમાં અઢી ટકા સુધીની તીવ્ર વેચવાલી નોંધાઈ

  • ઈન્ડિયા વિક્સ એક ટકા મજબૂતી સાથે 1 1 .1 9ના સ્તરે બંધ આવ્યો
  • રત્નમણિ મેટલ, ટ્રેન્ટ, બીએસઈ, આઈઓસી નવી ટોચે

સતત ત્રણ સત્રોમાં મજબૂત સુધારા પછી મંગળવારે ભારતીય શેરબજાર કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. એશિયન બજારોમાં 2.5 ટકા સુધીના તીવ્ર ઘટાડા વચ્ચે સ્થાનિક બજારે મોટાભાગના સત્રમાં નેગેટિવ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવ્યું હતું. જોકે, તેમ છતાં આખરી તબક્કામાં તે સુધરીને ન્યૂટ્રલ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 16 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 64,942ની સપાટીએ જ્યારે નિફ્ટી50 5 પોઈન્ટ્સ ગગડ 19,405ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝિટિવ બની રહી હતી. બીએસઈ ખાતે કુલ 3,813 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1 ,992 કાઉન્ટર્સ પોઝિટિવ અને 1,688 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 238 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બતાવ્યું હતું. 7 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે 11 .19ના સ્તરે બંધ આવ્યો હતો.

મંગળવારે એશિયન બજારોમાં સાર્વત્રિત વેચવાલી ફરી વળી હતી. જેની પાછળ ભારતીય બજારે પણ સાધારણ ગેપ-ડાઉન ઓપનિંગ સાથે કામકાજની શરૂઆત કરી હતી. શરૂઆતી બે કલાકમાં રેન્જ બાઉન્ડ જળવાયા પછી તે ધીરે-ધીરે સુધારાતરફી બન્યું હતું અને એક તબક્કે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવતું હતું. જોકે, આખરી સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. નિફ્ટી જોકે, 19,400ની સપાટી જાળવી શક્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યૂચર 73 પોઈન્ટ્સ પ્રીમિયમ સાથે 19,480ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 72 પોઈન્ટ્સના પ્રીમિયમની સરખામણીમાં એક પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એ થાય છે કે માર્કેટમાં ઊંચા મથાળે લોંગ પોઝિશન અકબંધ રહી છે. જે બજારમાં બુલ્સનો આત્મવિશ્વાસ સૂચવે છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સ પણ માર્કેટમાં વધ-ઘટે તેજીની દિશા જળવાયેલી રહે તેમ માની રહ્યાં છે. તેમના મતે યુએસ યિલ્ડ્સમાં ઘટાડા પાછળ ગોલ્ડમાં વૃદ્ધિ જોવા નથી મળી. જ્યારે ઈક્વિટી માર્કેટ ઊછળી ગયું છે. બીજી બાજુ, જીઓ-પોલિટિકલ જોખમ હવે વણસે તેવી શક્યતા નથી. યુએસ વિદેશપ્રધાનની તાજેતરની ખાડી દેશોની મુલાકાત પછી હવે વર્તમાન જંગ ઈઝરાયેલ-હમાસ પૂરતો જ મર્યાદિત રહેવાની શક્યતા મજબૂત બની છે. જેની પાછળ ક્રૂડના ભાવમાં રિસ્ક પ્રીમિયમ ઘટી રહ્યું છે. આમ, ઈમજિંગ માર્કેટ્સમાં ફ્ંડ ફ્લો પરત ફરી શકે છે.

મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં સન ફાર્મા, બીપીસીએલ, એનટીપીસી, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, એસબીઆઈ, એલટીઆઈ માઈન્ડટ્રી, બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ્, કોટક મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, હિંદાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, બજાજ ફાઇનાન્સ, કોલ ઈન્ડિયા, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ડિવિઝ લેબ્સ, રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને આઈટીસીમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવ પર નજર નાખીએ તો ફાર્મા, પીએસઈ, બેન્કિંગમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે રિઅલ્ટી, ઓટોમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.32 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબ, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ્, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, બાયોકોનમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ 6 ટકા ઊછળ્યો હતો. આ ઉપરાંત આઈઓસી, હિંદુસ્તાન એરોનોટિક્સ, બીપીસીએલ, એનએમડીસી, આઈઆરસીટીસી, એનટીપીસી, આરઈસી, ગેઈલ, કોન્કોર, પાવર ફાઇનાન્સ, ભારત ઇલેક્ટ્રિકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક પણ 0.30 ટકા પોઝિટિવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં ફેડરલ બેંક, પીએનબી, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને એસબીઆઈમાં પોઝિટિવ અન્ડરટોન જોવા મળતો હતો. જોકે, રિઅલ્ટી કાઉન્ટર્સમાં પ્રોફિટ બુકિંગ પાછળ નિફ્ટી રિઅલ્ટી 1.34 ટકા ગગડયો હતો. જેના ઘટકોમાં સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, હેમિસ્ફિઅર, પ્રેસ્ટિજ એસ્ટેટમાં ઘટાડો જોવા મળતો હતો.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો ટ્રેન્ડ 9 ટકા ઊછળીને નવી ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત એચપીસીએલ, આલ્કેમ લેબ, આઈઓસી, હિંદુસ્તાન એરોનોટિક્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઓરોબિંદો ફાર્મા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, એમસીએક્સ ઈન્ડિયા, વોડાફોન આઈડિયા, ઝાયડસ લાઈફ્, અબોટ ઈન્ડિયા, વેદાંત, સન ફાર્મા, એબી કેપિટલ, એનએમડીસી, પીએનબી, ટોરેન્ટ ફાર્મા, ઈન્ડિયન હોટેલ્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી.

બીજી બાજુ, મેટ્રોપોલિસ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટી, અતુલ, જીએનએફ્સી, કેન ફિન હોમ્સ, બિરલાસોફ્ટ, એપોલો ટાયર્સ, બેંક ઓફ્ બરોડા, ઝી એન્ટરટેઇનમેન્ટ, ભારત ફોર્જ, દીપક નાઈટ્રેટ, મેરિકો, સેલ, વોલ્ટાસમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં રત્નમણિ મેટલ, ટ્રેન્ટ, બીએસઈ, આઈઓસી, કલ્યાણ જ્વેલર, વરુણ બેવરેજિસ, તાતા એલેક્સી, સુંદરમ ફાઈનાન્સ, સુઝલોન એનર્જી, પ્રિઝમ જ્હોન્સનનો સમાવેશ થતો હતો.


  • Follow us on: