• જૂથની 10 લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં એક માસમાં 36 અબજ ડોલરનું ધોવાણ

  • ચેરમેન ગૌતમ અદાણીની માર્કેટ-વેલ્થ પણ 50 અબજ ડોલર નીચે જોવા મળી છે
  • રેટિંગ એજન્સિઝે કેટલીક અદાણી જૂથ કંપનો માટે આઉટલૂકમાં સુધારો કર્યો છે

અદાણી જૂથની શેરબજારો પર લિસ્ટેડ 10-કંપનીઓનું માર્કેટ-કેપ મંગળવારે 100 અબજ ડોલર નીચે ગગડી ગયું હતું. યુએસ શોર્ટસેલર હિંડેનબર્ગના રિપોર્ટ બાદ 24 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સતત વેચવાલી પાછળ જૂથ કંપનીઓના માર્કેટ-કેપમાં 136 અબજ ડોલરનું ધોવાણ જોવા મળ્યું છે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીની માર્કેટ-વેલ્થ પણ 50 અબજ ડોલર નીચે જોવા મળી છે.

બ્રોકરેજ વર્તુળોના જણાવ્યા મુજબ હિંડેનબર્ગના સ્ટોક મેનિપ્યુલેશનના આક્ષેપ બાદ જૂથ રોકાણકારોને ખાતરી અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી કંપનીએ કેટલાક ડેટનું વહેલાસર રિપેમેન્ટ પણ કર્યું છે. જેથી રોકાણકારોનો વિશ્વાસ પરત ફ્રે. કેટલાંક બેંકર્સ તરફ્થી કંપનીનેસ વધુ ક્રેડિટ આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. જોકે આમ છતાં જૂથની કેટલીક લિસ્ટેડ કંપનીઓના ભાવમાં ઘટાડો અટકી રહ્યો નથી. મંગળવારે જૂથની એનર્જિ બિઝનેસમાં સક્રિય ત્રણ કંપનીઓના શેર્સ સેલર સર્કિટમાં બંધ જોવા મળતાં હતાં. જેમાં અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થતો હતો. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર પણ 3 ટકા ગગડી રૂ. 1571.10ની સપાટીએ બઁધ રહ્યો હતો. આમ જૂથ કંપનીઓમાં માર્કેટ-કેપ ધોવાણ ચાલુ જ છે. માત્ર અદાણી પાવરના શેર્સમાં બાયર સર્કિટ જોવા મળી રહી હતી. 24 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ એક મહિનામાં અદાણી જૂથનું માર્કેટ-કેપ 136 અબજ ડોલરથી વધુનું ધોવાણ દર્શાવી ચૂક્યું છે. વિશ્વમાં ત્રીજા ક્રમના ધનવાન વ્યક્તિ પરથી ગૌતમ અદાણી ટોચના 20 ધનવાનોની યાદીમાંથી બહાર નીકળી ચૂક્યાં છે.

અદાણી જૂથ તરફ્થી હિંડેનબર્ગના રિપોર્ટનો ઈન્કાર કરવા સાથે યુએસમાં કાનૂની કંપનીને નીમવા છતાં શેર્સના ભાવમાં ખરીદી જોવા મળી રહી નથી. જૂથે લીગલ અને કોમ્યુનિકેશન ટિમ્સને હાયર કરી છે. સાથે ખર્ચમાં ઘટાડો કર્યો છે અને કેટલુંક ડેટ પુનઃ ચૂકતે કર્યું છે. જેથી ટ્રેડર્સમાં જૂથના ફઈનાન્સિંગને લઈને ચિંતા હળવી થાય. જૂથ તરફ્થી રોકાણકારોના વિશ્વાસ પરત મેળવવા કરવામાં આવેલા પ્રયાસને ભાગરૂપે જૂથના ડોલર બોન્ડ્સ ડિસ્ટ્રેસ્ડ ટેરિટરીમાંથી બહાર આવ્યાં છે. જોકે શેર્સના ભાવમાં ઘટાડો સૂચવે છે કે તેણે હજુ વધુ પગલાં ભરવા જરૂરી છે. કેમકે કંપનીના શેર્સમાં ઘટાડો અટકે. મુંબઈ સ્થિત એક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના મતે જૂથના કેપેસ અને ડેટને લઈને ચિંતાઓ ઊભી છે. જેને કારણે વેલ્યૂએશન્સ પર અસર પડી રહી છે. જૂથે તાજેતરના વર્ષોમાં 8 અબજ ડોલરથી વધુ માટે ઈન્ટરનેશનલ બોન્ડ બાયર્સને ટેપ કર્યાં હતાં. સાથે વિદેશી બેંક્સ પાસેથી આટલી માત્રામાં ફેરેન-કરન્સી લોન્સ પણ મેળવી હતી. રેટિંગ એજન્સિઝે કેટલીક અદાણી જૂથ કંપનો માટે આઉટલૂકમાં સુધારો કર્યો છે. જેમાં અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનનો સમાવેશ થાય છે. હવે અદાણી જૂથ અને તેની કંપનીઓ ડેટ આધારિત આક્રમક વિસ્તરના બદલે કંપનીઓની ફઈનાન્સિયલ હેલ્થ પર ધ્યાન આપી રહી છે. જૂથનું ફેકસ કેશ જાળવણી, ડેટ રિપેમેન્ટ અને પ્લેજ શેર્સની રિકવરી પર જોવા મળી રહ્યું છે.


  • Follow us on: