• કટ બાદ હવે 3.21 કલાકની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે

  • ફિલ્મ 'એનિમલ' રણબીર કપૂરના કરિયરની સૌથી લાંબી ફિલ્મ
  • આ ફિલ્મને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી છે

1ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'એનિમલ' રણબીર કપૂરના કરિયરની સૌથી લાંબી ફિલ્મ હશે. 3 કલાક 21 મિનિટ લાંબી આ ફિલ્મને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું ઓટીટી વર્ઝન વધુ લાંબું થવાનું છે. એવું કહેવાય છે કે થિયેટર વર્ઝનમાંથી 30 મિનિટના વિસ્તૃત ફૂટેજ હશે. OTT પર સમયનું કોઈ નિયંત્રણ ન હોવાથી અને દર્શકોમાં પણ ફિલ્મમાં ઘણો રસ છે. આવી સ્થિતિમાં નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે. અગાઉ, ફિલ્મના લાંબા રનટાઇમ વિશે વાત કરતી વખતે રણબીર કપૂરે કહ્યું હતું કે 'ફિલ્મની વાર્તાને દર્શકો સુધી પહોંચવામાં ઘણો સમય જોઈએ છે. જ્યારે અમે તેનો પહેલો કટ જોયો ત્યારે તે 3 કલાક 49 મિનિટ લાંબો હતો પરંતુ અમે બધાએ તેનો આનંદ માણ્યો. હું દર્શકોને એટલું જ કહીશ કે તેના રનટાઇમથી મૂંઝવણમાં ન પડો... આવો ફિલ્મ જુઓ અને તમારું મનોરંજન કરો.'

ફિલ્મ બે ઇન્ટરવલમાં રિલીઝ થવાની હતી

એનિમલ'ના નિર્માતાઓ શરૂઆતમાં સંપૂર્ણ રનટાઈમ અને બે ઇન્ટરવલ સાથે એડિટિંગ કર્યા વિના જ ફિલ્મ રિલીઝ કરવાના હતા. જો કે, પાછળથી તેઓને તે જોખમી લાગ્યું અને નિર્માતાઓએ ફિલ્મને સંપાદિત કરી અને 3 કલાક 21 મિનિટના થિયેટર વર્ઝનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વધુ માહિતી પણ સામે આવી છે. ઇન્ટરવલ પહેલા 18 મિનિટનો એક એક્શન સીન હશે જેમાં રણબીર વિસ્ફેટક એક્શન કરતો જોવા મળશે. મેકર્સે ટ્રેલરમાં આ સીનની ઝલક આપી છે. એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ફિલ્મનો ક્લાઈમેક્સ પણ ઓપન થશે. મતલબ કે મેકર્સ આ ફિલ્મનો બીજો ભાગ લાવવાની શક્યતાને ક્યાંક રાખવા માંગે છે. જેનું સસ્પેન્સ ફિલ્મના એન્ડિંગમાં બતાવવામાં આવશે.

એડવાન્સ બુકિંગમાં પાંચ લાખ ટિકિટો વેચાઈ

ફિલ્મ ક્રિટિકના અનુમાનો અનુસાર ફિલ્મ 'એનિમલ'નું ઓપનિંગ કલેક્શન 95 કરોડ રૂપિયા હશે. આ ફિલ્મ માત્ર હિન્દી ભાષામાં 55 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જ્યારે તેલુગુમાં 10 કરોડ રૂપિયા અને વિદેશમાં 30 કરોડ રૂપિયાની કમાણી થવાની આગાહી છે. આ આંકડા પ્રમાણે ફિલ્મ વર્લ્ડ વાઈડ 95 કરોડનું કલેક્શન કરશે. ફિલ્મ 'એનિમલ'ની અત્યાર સુધીમાં 5 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે. ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી આ આંકડો વધવાની ખાતરી છે.

સેન્સર બોડે એનિમલને 'A' રેટિંગ આપતા હવે બાળકો પણ ફિલ્મ જોઈ શકશે

સેન્સર બોર્ડ દ્વારા એનિમલને 'A' રેટિંગ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી સહિત ઘણા કલાકારો જોવા મળશે. 1 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી એનિમલની ટક્કર વિકી કૌશલ સ્ટારર 'સામ બહાદુર' સાથે થશે. ફિલ્મ ક્રિટિકના જણાવ્યા અનુસાર ગદર-2 અને OMG-2ની ટક્કર સમયે બોલિવૂડમાં જે પ્રકારે થિયેટરમાં લોકોની ભીડ જોવા મળતી તે પ્રકારનો માહોલ આ બન્ને ફિલ્મો બનાવી શકે છે. દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મો કોઈ ખાસ કમાલ ના બતાવી શકી હોવાથી શ્રોતાઓને આ બન્ને ફિલ્મો પાસે ઘણી અપેક્ષાઓ છે.


  • Follow us on: