• દેશભક્તિની કથા પર આધારિત આ ફિલ્મ 27 ઓક્ટોમ્બરે રિલીઝ કરાશે

  • અભિનેત્રી કંગના રનૌત બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં જોવા મળી
  • ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું છે

અભિનેત્રી કંગના રનૌત બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં જોવા મળી હતી. આ દરમિયાન તે સ્ટાઇલિશ કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળે છે. કંગનાએ કહ્યું કે ફિલ્મ 'તેજસ'નું ટ્રેલર 8 ઓક્ટોબરે રિલીઝ થશે. ટ્રેલર રિલીઝ માટે એરફોર્સ ડે પસંદ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કંગનાએ ફોન્સ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા. 'તેજસ' ફિલ્મ દેશભક્તિ અને બહાદુરીની વાર્તા છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટીઝરનો બેકગ્રાઉન્ડ સ્કોર ઘણો સારો છે. કંગના પાઇલોટના લૂકમાં પણ સારી લાગી રહી છે. આજે એટલે કે ગાંધી જયંતીના અવસર પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર 8 ઓક્ટોબરે રિલીઝ થશે. રોની સ્ક્રૂ વાલાના પ્રોડક્શન હાઉસ આરએસવીપી મૂવીઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું છે.

તેજસ' 2020થી પાઇપલાઇનમાં હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે તેમાં વિલંબ થયો. આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું છે. ફિલ્મ વિશે વાત કરતાં કંગનાએ 2020માં કહ્યું 'હું હંમેશા સૈનિકની ભૂમિકા ભજવવા માંગતી હતી, હું બાળપણથી જ આર્મી ફોર્સ સાથે જોડાયેલી છું. તેઓ (જવાનો) આપણા દેશને સુરક્ષિત રાખે છે, આપણા લોકોની સુરક્ષા કરે છે. તેથી, હું આ ફિલ્મ કરીને ખૂબ જ ખુશ છું. યુનિફોર્મમાં રહેવું એ મારા જીવનનું સૌથી મોટું સપનું હશે.


  • Follow us on: