- ફ્લ્મિમાં રણબીર એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે
- ફ્લ્મિનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અદભુત છે
- આ ફ્લ્મિમાં રણબીરની પ્રતિભાનો ખૂબ જ સુંદર ઉપયોગ કર્યો છે
રણબીર કપૂર સ્ટારર ફ્લ્મિ 'એનિમલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફ્લ્મિમાં રણબીર એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફ્લ્મિનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અદભુત છે. સાડા ??3 મિનિટના આ ટ્રેલરમાં રણબીર અને અનિલ વચ્ચેની તીવ્ર વાતચીત, વિસ્ફેટક એક્શન સીન, ઈમોશનલ સીન અને બોબી દેઓલનો ડર જોવા મળે છે. નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ આ ફ્લ્મિમાં રણબીરની પ્રતિભાનો ખૂબ જ સુંદર ઉપયોગ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે રણબીર એક્શન અવતારમાં જોવા મળ્યો છે અને તે ખરેખર અદભુત લાગી રહ્યો છે. જાણકારી મળી છે કે આ ફ્લ્મિમાં તે નાની ઉંમરથી લઈને 50 વર્ષ સુધીના રોલમાં જોવા મળશે. બોબી દેઓલને ટ્રેલરમાં ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે અને તેનું કારણ સ્પષ્ટ છે કે મેકર્સ તેને ફ્લ્મિમાં સરપ્રાઈઝ પેકેજ તરીકે ઉપયોગ કરવા માગે છે. બોબી અને રણબીર એકબીજાને ટક્કર આપતા જોવા મળે છે. નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની આ બીજી હિન્દી ફ્લ્મિ છે. આ પહેલાં સંદીપે શાહિદ કપૂર સાથે 'કબીર સિંહ' બનાવી હતી. 'એનિમલ'ને સેન્સર બોર્ડ તરફ્થી 'છ' પ્રમાણપત્ર મળ્યું છે. આ માહિતી આપતાં ડિરેક્ટર સંદીપ રેડ્ડીએ હાલમાં જ એક ટ્વિટ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ફ્લ્મિ 3 કલાક 21 મિનિટની છે. આ ફ્લ્મિ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની ટક્કર વિકી કૌશલની 'સામ બહાદુર' સાથે થશે. 'એનિમલ'માં રણબીર કપૂર ઉપરાંત સ્ટાર્સ અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા અને તૃપ્તિ ડિમરી છે. આ ફ્લ્મિ શરૂઆતમાં 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ-પ્રોડક્શન સમસ્યાઓને કારણે, તેની તારીખ 1 ડિસેમ્બર કરવામાં આવી હતી. વિકી કૌશલની ફ્લ્મિ 'સામ બહાદુર' પણ આ દિવસે રિલીઝ થવા જઈ રહી છે.










