- વારસો-2ના ટ્રેડિશનલ ફોક મેલોડીઝ અને નવીન રચનાઓ
- સિટીલાઇફે આદિત્ય ગઢવી અને પ્રિયા સરૈયાએ વાત કરી
- લોકસંગીતમાં સંગીત કરતા તેમાં રહેલ ભાવ સમજવવો ખૂબ મહત્ત્વનું છે
વારસોની સફળતા બાદ પ્રિયા સરૈયા દ્વારા વારસો-2 લોન્ચ કરાઈ ત્યારે ટ્રેડિશલ ફોક મેલોડીઝ અને નવીન રચનાઓ વિશે સિટીલાઇફ સાથે પ્રિયા સરૈયા, આદિત્ય ગઢવી, ઐશ્વર્યા જોશી અને ધર્મેશ બારોટે વાત કરી જેમાં આદિત્ય ગઢવીએ કહ્યું કે, 200 વર્ષ જૂના ફોક સોંગને અમે નવા રૂપમાં જ્યારે ઢાળીએ છીએ ત્યારે ખૂબ જ પ્રેશર હોય છે અને બીક હોય છે કે શું અમારા દ્વારા કરવામાં આવેલ નવા એક્સ્પેરિમેન્ટને લોકો સ્વીકારશે કે કેમ? આ ઉપરાંત કોઈના સેન્ટિમેન્ટ્સને હાની ના પહોંચે તેનું ધ્યાન રાખવાનું હોય છે. મને લાગે છે કે લોકસંગીતમાં સંગીત કરતા તેમાં રહેલ ભાવ સમજવવો ખૂબ મહત્ત્વનું છે અને તે ભાવને સમજવા માટે રિસર્ચ કરવું ખૂબ જરૂરી છે. મેં જ્યારે ચારણ કન્યા ગાયું ત્યારે એક 14 વર્ષની દીકરી તેની વાછડી સાથે વાત કરે ત્યારે તેની પાછળની ફિલોસોફી ના સમજાય ત્યાં સુધી ગીત ગાતો નથી, મારા ઘરના વડીલો અને બીજા અન્ય લોકો સાથે બેસીને તેમની સાથે વાતો કરીને કેટલાય રિસર્ચ બાદ હું તેમાં રહેલ ભાવ સમજું પછી જ તેમાં મારા શબ્દો ઉમેરવાનો કે અન્ય ફેરફારો કરું છું એજ સૌથી મોટો ચેલેન્જ હોય છે.
ગુજરાતી મ્યુઝિકમાં હવે દરેક આર્ટિસ્ટ એક અલગ ઓડિયન્સ ક્રિએટ કરે છે : પ્રિયા સરૈયા










