• અમેરિકામાં શાહિદ આફ્રિદી દોડીને સુનીલ શેટ્ટીને મળવા પહોંચ્યો હતો

  • આ મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો
  • આફ્રિદીએ તેની દીકરીઓનો પરિચય સુનીલ શેટ્ટી સાથે કરાવ્યો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સ્તરે ભલે ગમે તેટલી કડવાશ હોય પણ જ્યારે આ બન્ને દેશોના સેલિબ્રિટીઝ મલે છે ત્યારે તેઓ ખૂબ સારી રીતે મળતા જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને બોલિવૂડના દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટી તાજેતરમાં મળ્યા અને તેમની આ મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે દુબઇના એરપોર્ટ પર આ બન્નેની મુલાકાત થઇ હતી. વીડિયોમાં જોવા મળે છે કે શાહિદ આફ્રિદી જેવા સુનીલ શેટ્ટીને જુવે છે, તે તરત જ તેને મળવા આવે છે અને બંને એકબીજાને ખૂબ જ પ્રેમથી મળે છે. શાહિદ અને સુનીલ શેટ્ટી થોડીવાર વાત કરે છે અને પછી આફ્રિદીએ તેની દીકરીઓનો પરિચય સુનીલ શેટ્ટી સાથે કરાવ્યો હતો. સુનીલ શેટ્ટી તેની મોટી પુત્રીને મળે છે અને ત્યાર બાદ નાની દીકરીને બોલાવીને તેનો પણ પરિચય કરાવે છે. હાલ સોશિયલ મીડિયા પર તેમની આ મુલાકાતના વીડિયોને હજારો લાઇક્સ મળ્યા છે.


  • Follow us on: