- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણના કિસ્સાઓ પર આધારિત
- 'અટલ'સિરિયલ માટે મેકર્સે 300 બાળકોના ઓડિશન લીધા
- રિલીઝ પહેલા નાના પરદા પર 'અટલ'નામે સિરિયલનું નિર્માણ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન કવન પર આધારિત ફિલ્મ 'મેં અટલ હું'ના રિલીઝ પહેલા નાના પરદા પર 'અટલ'નામે સિરિયલનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિરિયલમાં અટલ બિહારી વાજપેયીના બાળપણના કિસ્સાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આ માટે અટલ બિહારી વાજપેયીની બાળ પ્રતિભા સાથે મેળ બેસે તેવા બાળ કલાકારની પસંદગી મેકર્સ માટે ખૂબ જરૂરી હતી.જેના માટે 300થી વધારે બાળકોના ઓડિશન લેવામાં આવ્યા હતાં. જેમાંથી મૂળ ગુજરાતના કચ્છી માંડુ અને હાલ મુંબઈમાં વસેલા વ્યોમ ઠક્કરની પસંદગી કરવામાં આવી છે. એન્ડટીવી પર પ્રસારિત થનાર આ ધારાવાહિકના મુખ્ય પાત્ર વ્યોમ ઠક્કર પોતાના પાત્ર વિશે વાત કરતા કહ્યું કે, 'હું આપણા સ્વ. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં વહેલાં વર્ષો દર્શાવવા માટે ભારે રોમાંચિત છું. મેં આપણાં ઈતિહાસનાં પુસ્તકોમાં અને મારા વાલીઓ પાસેથી તેમના વિશે સાંભળ્યું છે. જોકે ટેલિવિઝન શોમાં તેમના બાળપણની ભૂમિકા ભજવવા મળશે એવી ક્યારેય કલ્પના કરી નહોતી. હું ભારે રોમાંચિત છું અને આભારવશ પણ છું.'
વાજપેયી પરિવારના સાતમા સંતાન હતાં










