• સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનવાની સાથે ફેન્સ ખુશીથી ઝૂમી ઊઠયા

  • સિદ્ધુ મૂસેવાલાને ફોલો કર્યાની પોસ્ટ મૂકતા સોશિયલ મીડિયામાં સિદ્ધુ મૂસેવાલા ફરી ટ્રેન્ડમાં આવ્યું
  • ચાહકો આજે પણ સિદ્ધુ મૂસેવાલાના ગીત સાંભળવાનું પસંદ કરે છે

પોતાની અવાજથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને દીવાના બનાવનાર સિદ્ધુ મૂસેવાલા આજે ભલે દુનિયામાં નથી પરંતુ તેના ચાહકો આજે પણ તેને ભૂલી શક્યા નથી. ચાહકો આજે પણ સિદ્ધુ મૂસેવાલાના ગીત સાંભળવાનું પસંદ કરે છે. સિદ્ધુ મૂસેવાલાના ચાહકો ભલે સોશિયલ મીડિયા પર તેને લઈ પોસ્ટ કરે છે. સિદ્ધુ મૂસેવાલા ટ્રેન્ડિગમાં પણ રહેતો હોય છે પછી ઈન્સ્ટાગ્રામ હોય કે પછી ટ્વિટર બધા જ પ્લેટફેર્મ પર તેની શાનદાર ફેન ફેલોઇંગ છે. હવે તેના ફેલોઅર્સમાં એક નામ WWE કુસ્તીબાજ જ્હોન સીનાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. જ્હોન સીનાની ફેન ફેલોઇંગની કોઈ કમી નથી, જેમણે રિંગની અંદર કુસ્તીનું કૌશલ્ય બતાવ્યું છે તેમજ હોલિવૂડની ઘણી ફ્લ્મિોમાં કામ કર્યું છે. તેના ચાહકો દુનિયાભરમાં છે. હવે જ્હોન સીનાએ સિદ્ધુ મૂસેવાલાને ટ્વિટર પર ફેલો કર્યો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. તેના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેની યાદમાં ઘણી પોસ્ટ કરી રહ્યાં છે. જેના કારણે સિદ્ધુ સતત ટ્રેન્ડ કરી રહ્યો હતો. ગયા મહિને 29 મેના રોજ તેમની પ્રથમ પુણ્યતિથિ હતી. વર્ષ 2022માં 29 મેના એ જ દિવસે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે લીધી હતી.


  • Follow us on: