Domnall કે Domhnall (બંનેનો ઉચ્ચાર ડોમનાલ) ઘણા પ્રાચીન અને મધ્યયુગીન ગેલિક રાજાઓ અને ઉમરાવોનું નામ છે. ઓલ્ડ આઇરિશ અને સ્કોટિશ ગેલિક - ડોમનાલ આધુનિક આઇરિશ અને હિબર્નો-અંગ્રેજી - ડોનલ, સ્કોટિશ અંગ્રેજી - Donald અને સ્કોટ્સ - Donnald (બંનેનો ઉચ્ચાર ડોનાલ્ડ), ડોનાલ્ડ જે ગેલિક નામ Dmhnall પરથી ઊતરી આવ્યું છે.

આ પ્રોટો-સેલ્ટિક/કેલ્ટિક `ડમનો-યુલોસ' (`વિશ્વ-શાસક' અથવા `વિશ્વ-ચલાવનાર') પરથી આવે છે. ડોનાલ્ડમાં અંતિમ-ડી આંશિક રીતે અંગ્રેજી બોલનારાઓ દ્વારા ગેલિક ઉચ્ચારણના ખોટા અર્થઘટનમાંથી ઊતરી આવ્યું છે અને અંશતઃ સમાન અવાજ ધરાવતા જર્મન નામોની જોડણી સાથે સંકળાયેલું છે. ડોનાલ્ડનું ટૂંકું સ્વરૂપ ડોન છે. ડોનાલ્ડનાં લાડકાં સ્વરૂપોમાં Donnie and Donny (ડોની)નો સમાવેશ થાય છે. ડોનેલા નામનું સ્ત્રીલિંગ નામ ડોનાલ્ડ પરથી ઊતરી આવ્યું છે.

અમેરિકામાં ડોનાલ્ડ નામધારી હજારો લોકો છે, દર વર્ષે અમેરિકામાં જન્મ લેનારા બાળકોમાં લગભગ હજારથી વધુના નામ ડોનાલ્ડ રાખવામાં આવે છે, પરંતુ અમેરિકામાં બે ડોનાલ્ડ સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા. એમ કહી શકાય કે બંને અમેરિકન નાગરિકો અમેરિકી વિરાસતમાં દુનિયાને મળ્યા છે. એક છે ડોનાલ્ડ ડક અને બીજા ડોનાલ્ડ ટ્રમ્પ બંને વચ્ચે શું સમાનતા છે?

બંને ઘોંઘાટિયા છે, મોટે મોટેથી બોલે છે. બંનેનો સ્વભાવ ઉતાવળિયો છે. બંને તેમના કરતાં ઘણી નાની સ્ત્રીને પ્રેમ કરે છે (મેલાનિયા અને ડેઝી ડક). બંનેના ઘણા નાના સંબંધીઓ છે, જેઓ તેમના જીવનને દયનીય બનાવે છે. બંનેના સમૃદ્ધ સંબંધીઓ હતા (જ્હોન ટ્રમ્પ અને અંકલ સ્ક્રૂજ). બંને મોં ખોલે છે ને મુશ્કેલીમાં મુકાય છે, પરિસ્થિતિમાં ભરાઈ પડે છે.

ડોનાલ્ડ ડક ધ વોલ્ટ ડિઝની કંપનીનું અમેરિકન કાર્ટૂન પાત્ર છે, ડોનાલ્ડ ડકનો પ્રથમ ફિલ્મી દેખાવ `ધ વાઈસ લિટલ હેન'માં થયો હતો, જે સૌ પ્રથમ લાભાર્થે કાર્યક્રમ માટે કાર્થે સર્કલ થિયેટરમાં 3 મે, 1934ના રોજ બતાવવામાં આવી હતી. તો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ, વોશિંગ્ટનમાં 13 મેના રોજ પહોંચ્યા હતા. ડક ટ્રમ્પ કરતાં લગભગ 12 વર્ષ મોટા છે, પરંતુ તે બંનેનો જન્મ જૂનમાં થયો હતો. વોલ્ટ ડિઝની કંપની દ્વારા ડોનાલ્ડ ડકના જન્મદિવસ તરીકે અધિકૃત 9 જૂનની ફિલ્મની રિલીઝ તારીખને માન્યતા આપવામાં આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946.

ડોનાલ્ડ તેની અર્ધ બુદ્ધિગમ્ય વાણી તેમજ તોફાની સ્વભાવ માટે સૌથી વધુ પ્રખ્યાત છે. ડોનાલ્ડનાં બે પ્રભાવશાળી વ્યક્તિત્વ લક્ષણો છે તેનો જ્વલંત સ્વભાવ અને જીવન પ્રત્યેનો તેમનો સકારાત્મક દૃષ્ટિકોણ. જોકે, ડોનાલ્ડના આક્રમક સ્વભાવના તેના ફાયદા છે. જ્યારે કોઈ પ્રકારની ધમકીનો સામનો કરવો પડે છે, ત્યારે તે પરિણામોથી ભાગવાને બદલે લડે છે. ભૂત, શાર્ક, પહાડી બકરીઓ, વિશાળ પતંગો અને પ્રકૃતિની શક્તિઓને પણ હરાવવા માટે પૂરતો શક્તિશાળી બનાવી શકે છે. આ બધાનો પર્યાય ચીન નથી? બોલો કાંઈ ફરક છે?

ડક પાસે અન્ય લોકો પર પ્રભાવી થવા અથવા તેમને હેરાન કરવા મોટો પગ (લાત) છે, પરંતુ જ્યારે ટેબલ ફેરવાય છે ત્યારે તે તરત જ તેનો મિજાજ ગુમાવી બેસે છે. હવે તમને રાષ્ટ્રપતિનો પહેલો કાર્યકાળ યાદ આવે છે? પરંતુ થોભો, હજુ બાકી છે ડોનાલ્ડ થોડો શો-ઓફ છે. તેને બડાઈ મારવી ગમે છે, ખાસ કરીને તે કોઈ બાબતમાં કેટલો કુશળ છે તે વિશે. તેનો બડાઈ મારવાનો પ્રેમ તેને ઘણી વાર તેની ક્ષમતાઓને વધુ પડતો અંદાજ આપવા તરફ દોરી જાય છે, જેથી જ્યારે તે તેની બડાઈઓ પર સારો દેખાવ કરવા માટે નીકળે છે, ત્યારે તેના માથા પર આવી જાય છે, તે સામાન્ય રીતે રમૂજ પેદા કરે છે. હવે તમે જ કહો, કયો ડોનાલ્ડ આ વર્ણનને શ્રેષ્ઠ રીતે બંધબેસશે? અલબત્ત, ડક અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ બંને મહાન સિદ્ધિઓ છે. ડક ઓસ્કાર જીત્યો છે અને રાષ્ટ્રપતિ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી માણસ બંને પરિસ્થિતિ પર પ્રભુત્વ ધરાવે છે. 20 જાન્યુઆરીના રોજ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે બે મહાન અમેરિકી નાગરિકોની થોડી સરખામણી!