• ડાંગી ચીબરી એ ઘુવડ પક્ષીના પરિવારનું સદસ્ય છે, જેને અંગ્રેજી ભાષામાં ફોરેસ્ટ આઉલેટના નામે ઓળખવામાં આવે છે. એક નાનું ઘુવડ મોટે ભાગે મધ્ય ભારતમાં જોવા મળતું અતિ દુર્લભ અને વિનાશ થવાની કગાર પર આવેલું પક્ષી છે. મોટી ગોળાકાર આંખો, તીક્ષ્ણ નહોર અને ચાંચ, શરીરનું નાનું કદ. જે સામાન્યતઃ ઘુવડની પ્રજાતિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો છે.

  • આ પ્રજાતિનાં પક્ષીઓ ભારતમાં જમીનના સ્તરથી લગભગ 15થી 25 ફૂટની ઊંચાઈવાળાં વૃક્ષો પર વધારે રહેવાનું પસંદ કરે છે. ભારતનાં વિવિધ રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ભારતનાં વિવિધ રાજ્યોમાં આવેલાં જંગલોમાં નોંધાયાંનું જાણવા મળે છે.
  • ગુજરાતમાં મુખ્યત્વે ડાંગ તથા દાદરા નગર હવેલીનાં જંગલોમાં આ પક્ષીઓનો વસવાટ નોંધવામાં આવ્યો છે.
  • ભારતનાં જંગલોમાં આ પ્રજાતિઓનું સરેરાશ આયુષ્ય 8-10 વર્ષની વચ્ચે નોંધવામાં આવી છે અને કેમ્પ્ટીવમાં હોય ત્યારે તેમના જીવનકાળમાં નોંધપાત્ર સુધારો થાય છે અને તેઓ લગભગ 25-30 વર્ષ જીવી શકે છે, એવું પક્ષી સંશોધકોનું કહેવું છે.
  • સંવનનકાળ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની આસપાસ થાય છે, જ્યાં તેઓ અવાજની ક્ષમતાઓ સાથે વિજાતીયને આકર્ષે છે. સમાગમ પછી આ જાતિની માદા માળામાં સરેરાશ 5થી 7 ઈંડાં મૂકે છે અને નર તેની રક્ષા કરે છે. માદાને માળાના સમયગાળા દરમિયાન નર ચીબરી દ્વારા ખવડાવવામાં આવે છે અને માદા ચીબરીનાં બચ્ચાંને ખવડાવે છે. આ કિશોરવયની ચીબરી આશરે 28થી 32 દિવસ પછી જાતે શિકાર કરી ખોરાક આરોગતી થઈ જાય છે.


  • Follow us on: