આપણે સવારે ઊઠીને સૌપ્રથમ બ્રશ કરીએ છીએ અને પછી બીજી ક્રિયાઓ કરીએ છીએ. ઘણી સ્ત્રીઓને સવારમાં સાવ ખાલી પેટે પાણી પીવાની આદત છે, પણ જો તેઓ બ્રશ કરતાં પહેલાં જ વાસી મોઢે જ પાણી પીશે તો શરીર, ત્વચા અને વાળને લગતા અનેક ફાયદા થશે. ચાલો, એ વિશે જાણી લઇએ.
સવારે જાગીને વાસી મોઢે બેથી ત્રણ ગ્લાસ પાણી પીવાથી સ્કિન અને વાળ પર ખૂબ જ સારી અસર થાય છે. તેનાથી વાળ અને સ્કિનની ચમક વધે છે અને ઓવરઓલ હેલ્થ પણ સુધરે છે.
સવારે જાગીને બ્રશ કર્યા વિના જ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ થઈ જાય છે. તેના કારણે પેટસંબંધિત સમસ્યાઓ ઘટી જાય છે. વાસી મોઢે પાણી પીવાથી સ્કિન પર સૌથી વધારે સારી અસર થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે બ્રશ કર્યાં પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી ડાયજેશન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી ઘણીબધી બીમારીઓ દવા વિના જ મટવા લાગે છે.
બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. જો તમે રોજ એક ગ્લાસ પાણી સવારે જાગીને પીવો છો તો તેનાથી શરદી, ઉધરસ જેવી બીમારીઓથી બચાવ થાય છે.