શિયાળાની ઋતુ એટલે સ્વસ્થ રહેવાની ઋતુ. તમે આ સીઝનમાં હેલ્ધી ખોરાક ખાઇ શકો છો, કસરત કરી શકો છો. એટલે જ શિયાળાને શરીરને સ્વસ્થ રાખવાની સીઝન કહેવામાં આવી છે. ખેર, આ સીઝનમાં સ્વસ્થ ભોજન લેવાની સાથે સાથે ચાલવું પણ ખૂબ જરૂરી છે. સવારના ઠંડા માહોલમાં થોડો સમય ચાલવામાં આવે તો અનેક સમસ્યાથી બચી શકાય છે.
વજન નિયંત્રણ
જો તમે દરરોજ 30 મિનિટ ચાલશો અને થોડા ઝડપથી ચાલશો તો આ આદત તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. વધારે વજન એ આજે ઘણા લોકોની સામાન્ય સમસ્યા છે અને તે એક જટિલ સમસ્યા છે, પરંતુ તમારી લાઇફસ્ટાઇલ અને આહારમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરીને અને સારી ટેવો ચાલુ રાખવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
મન તંદુરસ્ત રહેશે
જો તમારો મૂડ સારો નથી, તમે તણાવ અને હતાશા અનુભવો છો અથવા તમને ઊંઘ સરખી આવતી નથી તો દરરોજ સવારે 30 મિનિટનું વૉક તમારા માટે વધુ સારો ઉપાય હોઈ શકે છે. વહેલી સવારે તાજી હવામાં શ્વાસ લેવાથી તમારો મૂડ દિવસભર સારો રહે છે અને તમને કામમાં પ્રોડક્ટિવિટી સુધારવામાં પણ મદદ મળે છે. બીપી કંટ્રોલમાં રહેશે.
સવારે માત્ર 30 મિનિટનું મોર્નિંગ વોક અથવા જોગિંગ કરવાથી હાઈ બ્લડપ્રેશર, કેન્સર અને હૃદયરોગ જેવી ખતરનાક બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. તે ડાયાબિટીસ અને સ્ટ્રોક સામે પણ રક્ષણ આપે છે. હાડકાંને ફાયદો થશે.
દરરોજ સવારે ચાલવાથી તમારાં હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે. વાસ્તવમાં જ્યારે તમે વહેલી સવારે ચાલવા અથવા કસરત કરવા જાઓ છો, ત્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ચાલવાને કારણે સ્નાયુઓની શક્તિ અને સ્ટેમિના વધે છે. ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનશે જો. તમને નબળાઈ અને ઓછી રોગપ્રતિકારક શક્તિની સમસ્યા રહે છે, તો દરરોજ 30 મિનિટ ચાલવાથી તમને સારું લાગે છે, કારણ કે જ્યારે તમે ચાલો છો, ત્યારે તમારા શરીરની ઊર્જા શારીરિક પ્રવૃત્તિઓમાં ખર્ચાય છે, જેથી ભૂખ લાગે છે.