ડોકા મરડી

ડોકા મરડીને અંગ્રેજી ભાષામાં યુરેશિયન રાયનેકના નામથી ઓળખવામાં આવે છે. ડોકા મરડી એ લક્કડખોદના પરિવાર સાથે જોડાયેલા રાયનેક પક્ષીની એક પ્રજાતિ છે. યુરેશિયન રાયનેક પક્ષી યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં ઉછરે છે. યુરેશિયન રાયનેક પક્ષી સ્થળાંતર કરનાર છે, ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને દક્ષિણ એશિયામાં શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળતાં હોય છે.

 રાયનેકનાં મહત્તમ શુષ્ક અને ખુલ્લાં જંગલો, ગોચર જમીન અને આછા ઘાસનાં મેદાનો છે જેમાં વૃક્ષો છૂટાછવાયાં હોય છે, સંપૂર્ણ રીતે ઉગાડેલાં જંગલો નથી અને અવિકસિત ઘાસનાં મેદાનો છે.

  ડોકા મરડીનું નામકરણ તેનું માથું 180 ડિગ્રી ફેરવવાની ક્ષમતાને કારણે તેનું નામ `wryneck' (ડોકા મરડી) પડ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે તેઓ તેમની ટેરેટરીનું રક્ષણ કરતા હોય ત્યારે તેઓ તેને સાપની જેમ વાળીને વળી શકે છે. Wrynecks ના જીન્સ નામ, Picidae કુટુંબમાંથી `Jynx' પણ તેમના સાપ જેવાં લક્ષણ અને હિસિંગ પરથી આવે છે, જેને લોકો ભૂતકાળમાં જિન્ક્સિંગ સાથે સરખાવતા હતા.

  ગુજરાતમાં મહત્તમ ઓક્ટોબરથી માર્ચ સુધી આ પક્ષીઓ ગુજરાતના સેમી અરીડ જેવા વિસ્તારોમાં જોવા મળતું અનકોમન પક્ષી છે.

  યુરેશિયન રાયનેક્સ ખોરાક પ્રકૃતિમાં સર્વભક્ષી છે. અગાઉ પક્ષી અભ્યાસુ દ્વારા તેમના પ્રાથમિક આહારમાં પ્યુપા, જંતુઓમાંથી લાર્વા, કીડીઓ, બગ્સ, પતંગિયાં, કૃમિ, શલભ, ડીપ્ટેરન ફ્લાય્સ, એફિડ અને નાના ભૃંગનો પર નિર્ભર રહેતા હોવાનું નોંધવામાં આવ્યું છે. તેઓ વુડલાઈસ, કરોળિયા, અન્ય પક્ષીઓનાં ઈંડાં, ટેડપોલ્સ અને ક્યારેક મોલસ્ક ખાતા પણ જોવા મળ્યા છે.

  આ પક્ષીઓ જૂનાં છિદ્રો અથવા ઝાડમાં કુદરતી પોલાણમાં માળો બાંધે છે. માળો બનાવવાની જગ્યા બદલાતી રહે છે. બચ્ચાઓ વીસથી પચ્ચીસ દિવસનાં થતા જ સ્વતંત્ર બની જતાં જાણવા મળે છે.