વાળની ફ્રિઝીનેસ શિયાળો આવતાંની સાથે જ વધી જતી હોય છે, કારણ કે આ સીઝનમાં ત્વચા રૂક્ષ થઇ જાય છે. આ સીઝનમાં ડેન્ડ્રફની સમસ્યા પણ વધી જાય છે અને ઠંડીના કારણે રેગ્યુલર વાળ ન ધોવાતાં તે ફ્રિઝી પણ થવા લાગે છે.


એટલે જ એની ફ્રિઝીનેસ દૂર કરવા થોડી કેર કરવી જરૂરી છે, કારણ કે જો કેર નહીં કરો તો હેર મૂળથી જ ખરાબ થવા લાગશે. તે ડેમેજ થશે તો હેર ફોલ પણ વધી જશે. એવું ન થાય એ માટે તમે અળસીનો હેરપેક લગાવી શકો છો. અળસીનો હેરપેક તમારા વાળની ફ્રિઝીનેસ દૂર કરીને મુલાયમ રાખશે.

હેરપેક બનાવવાની સામગ્રી

અળસી, એલોવેરા અને વેસેલીન પેટ્રોલિયમ જેલી

બનાવવાની રીત

સૌપ્રથમ એક બાઉલમાં ત્રણ ચમચી અળસી લો. એમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરો. ત્યારબાદ એની અંદર એલોવેરાના પાંચ નાના ટુકડા નાખો. એ પછી એક નાની ચમચી વેસેલિન એડ કરો. આ બધી જ વસ્તુને ધીમા તાપે સરખી રીતે ઉકાળો. બધી વસ્તુ સરખી રીતે ઊકળી જાય એ પછી તેને ગાળી નાખો. ગાળી લીધાં બાદ એ મિશ્રણને વાળમાં લગાવી દો. વાળમાં આ મિશ્રણ એક કલાક સુધી રાખીને હેર વોશ કરી લો. અઠવાડિયામાં એકવાર આ ઉપાય અજમાવવાથી વાળ સિલ્કી અને સ્મૂધ બની જશે.

  • Follow us on: